રાવણનાં રેડીમેઇડ પૂતળાંની અનોખી દુનિયા

0
1315

બૂરાઈના પ્રતીકસમા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં વિશાળ પૂતળાંઓ દશેરાના દિવસે સળગાવવામાં આવે છે. ઊંચાં કલાત્મક પૂતળાં થોડી જ મિનિટોમાં રાખનો ઢગલો થઈ જાય છે. આ પૂતળાં બનાવનાર દિલ્હી નજીકના તુમારપુરના લોકો દર વર્ષે ગુજરાત અને આખા ભારતમાં રાવણ બનાવે છે.
નદી કિનારે વસેલાગામનું નામ ‘રાવણ ગામ’ છે. આ ગામને વસાવવામાં માત્ર એક જ વ્યક્તિનો ફાળો છે, જેને રાવણવાળા બાબા તરીકે ઓળખે છે. ગામના લોકોએ આ રાવણવાળા પાસેથી રાવણ બનાવવાની કળા શીખી છે. શરૂઆતમાં શોખથી કલા શીખવવાની શરૂઆત થઈ, પણ પાછળથી આજીવિકાનું સાધન બની ગયું.
દશેરાના તહેવાર માટે પૂતળાની તૈયારી ઓગસ્ટ માસથી શરૂ થઈ જાય છે. વાંસમાંથી છોલીને તેની પાતળી ચીપ્સ એટલે કે પટ્ટીઓ બનાવવામાં આવે છે. તેને લોખંડના તાર વડે બાંધીને ગોળાકાર કરીને ધડનો આકાર તૈયાર કરવામાં આવે છે. પછી મોઢાના ભાગ, નાક, કાન, આંખ, બનાવવામાં આવે છે. પૂતળાંની મૂછો ખાસ આકર્ષણરૂપ બનાવવામાં આવે છે. લાકડાની ચીપ્સથી શરીરનાં હાડકાંની જેમ ઢાંચો બનાવવામાં આવે છે. વિવિધ અંગો બનાવી તેના પર ભડકીલી સાડી ચોંટાડવામાં આવે છે. તેના ઉપર કાગળ ચોંટાડવામાં આવે છે ત્યાર બાદ તેને રંગી નાખવામાં આવે છે. ૪૦થી ૬૦ ફૂટનું વિશાળ કદનું પૂતળું રૂ. ૧૦૦૦ના અંદાજિત ખર્ચમાં બની જાય છે, પણ આજે મોંઘવારી વધતાં તેનો ભાવ ડબલ એટલે કે એક પૂતળાના બે હજાર સુધી પહોંચ્યો છે.
આજે તો રિમોટ કંટ્રોલથી હલન-ચલન કરી શકે તેવા રાવણ અને બોલતો, ખડખડાટ હસતો રાવણ બનાવાય છે. તેની આંખો પણ ચારેબાજુ ફરતી હોય તેવો આકર્ષક રાવણ ખૂબ જ સુંદર લાગે છે. રાવણના પૂતળાને ખુલ્લા મેદાનમાં ગોઠવી, તેનાં વિવિધ અંગો જોડીને તેને તાર બાંધીને ઊભો રાખવામાં આવે છે. તેનો ીફિટિંગનો ચાર્જ ૫૦૦ રૂપિયા જેવા થાય છે. ગ્રાહક માગે તેવા ફટાકડા મૂકી દેવામાં આવે છે. એક રાવણ માટે છ થી સાત કારીગરો ત્રણ દિવસમાં પૂતળું તૈયાર કરી દે છે અને તેઓ રાવણને પૂજે છે. તેથી રાવણના પૂતળાને જ્યારે સળગાવે છે ત્યારે તે બનાવનાર દૂર જતાં રહે છે ેઅને સળગતો જોતા પણ નથી, કારણ કે તેમની કળાને આમ સળગતી જોઈ શકતા નથી અને શ્રદ્ધાથી તેમને પૂજે છે.
આફ્રિકામાં સીતા – રાવણને બાળે છે
આફ્રિકામાં રાવણ અને સીતાનાં પૂતળાંને બાળવાની પરંપરા છે. પર્વના દિવસે આદિવાસી નવાં કપડાં પહેરે છે અને ધડાકાવાળા ફટાકડા ફોડે છે. આકાશમાં રંગબેરંગી ફુગ્ગા પણઉડાડે છે. તૂટેલાં ચંપલ, ગધેડાનું ચામડું, મરેલાં જાનવરોનાં હાડકાંથી પૂતળાની પૂજા કરાય છે. પૂજાની યુવતીઓ બારીક વસ્ત્રો પહેરી ગેંડાનો વધ પણ કરે છે. અને પૂતળાને લોહીથી સ્નાન કરાવે છે અને દરેક યુવતી ઘાસનું કંગન બનાવી ફેંકે છે. પૂતળાના હાથમાં ઘાસનું કંગન ભરાઈ જાય તે સ્ત્રીને પૂતળું સળગાવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ યુવતીને ભપકાદાર કપડાં પહેરાવી રાણી જેવી બનાવાય છે અને મશાલ દ્વારા આ રાણી પૂતળાને સળગાવે છે. આમ સીતા એ રાણી દૂષણવાળા પાપીને સળગાવે છે તેવી એક પરંપરા છે. પંચહરા મહોત્સવ તરીકે પાંચ મોઢાંવાળા રાવણની ઉત્સવ તરીકે ઉજવણી થાય છે.
વિજ્યા દશમીનો તહેવાર આસો સુદ દશમના દિવસે ઊજવાય છે. વિજયા દશમી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે. ભગવાન શ્રીરામે એ દિવસે રાવણ પર વિજય મેળવ્યો હતો. અંબા માએ આ જ દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્ર્યો હતો. આમ વિજ્યા દશમી સત્ય અને ધર્મના વિજયનો ઉત્સવ છે.
વિજ્યા દશમીના દિવસે કેટલાંક મોટાં શહેરોમાં રાવણના વિશાળકાય પૂતળાનું દહન કરવામાં આવે છે. કેટલાંક સ્થળોએ મેળાનું પણ આયોજન થાય છે. ધાર્મિક મંડળીઓ રાત્રે રામલીલા પણ ભજવે છે.
પુરાણકાળમાં વિજ્યાદશમીનો ઉત્સવ એપ્રિલ મે માસમાં ઊજવાતો હતો. રામે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કર્યો પાંડવોને ૧૨ વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કર્યો અને પાંડવોએ અજ્ઞાતવાસ સમાપ્ત કરી પાંડવોને શમીના વૃક્ષ પરથી શસ્ત્રો ઉતારી તેની પૂજા કરી હતી. આ પૂજેલા શસ્ત્રોએ યુદ્ધમાં વિજય અપાવ્યો હતો.
બંગાળમાં દુર્ગામાતાએ આસુરોનો ત્રાસમાંથી પ્રજાને મુક્ત કરી હતી. એટલે ત્યાં દશેરા ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.
ગુજરાતમાં વલસાડ તિથલ પાસે, શિરડીમાં સાંઈબાબાના મંદિરે દશેરાના દિવસે સાંઈબાબાના મહાનિર્વાણ દિન મનાવવામાં આવે છે.
આઝાદી પૂર્વે રાજાઓ શસ્ત્રોની પૂજા કરતાં અને રથ લઈને નગરમાં નીકળતા હતા. ક્ષત્રિયો હજી આજે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરે છે. આપણે ત્યાં દશેરાના દિવસે વાહન પૂજાનો પણ રિવાજ છે.
બનારસની પ્રાચીન રાજધાની રામનગરમાં વિજ્યાદશમી તહેવાર હજીયે રાજ-રજવાડાની પરંપરા મુજબ જ ઉજવાય છે. દશેરાના દિવસે હજારો રૂપિયા ખર્ચીને રાવણના પૂતળાનું દહન થાય છે. પણ કોઈના મનનો રાવણ મરતો નથી. દશેરા એ નાના મોટા બધાનો એક સર્વસામાન્ય ઉત્સવ જ બની ગયો છે.
અમદાવાદ અને ફાફડા જલેબી
દશેરા એટલે અમદાવાદ જ નહિ પણ આખું ગુજરાત ફાફડા-જલેબીમય થઈ જાય છે. ઉત્તરાયણમાં ઊંધિયું તેમ દશેરામાં ફાફડા-જલેબી-ચોળાફલી હોય જ. એકલા અમદાવાદમાં ૫૦,૦૦૦ કિલો માત્ર એક દિવસમાં જ ફાફડા-જલેબી અને ચોળાફળી ઝાપટી જાય છે…!! સામાન્યત્તર ફાફડાનો ભાવો એક કિલોના ૨૫૦થી ૩૦૦૦ છે અને જલેબી ચોખ્ખા ઘીની ૨૫૦થી ૩૦૦ રૂપિયે કિલો અને ચોળાફળીનો ભાવ પણ એક કિલોના રૂ. ૨૫૦થી ૩૦૦ છે.
સવાલ એ પેદા થાય છછ કે દશેરાના દવિસે ફાફડા ઝલેબીનું ચલણ કેમ શરૂ થયું? ત્યારે તમારે આ ઇતિહાસના પાના તપાસવા માટં ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટને યાદ કરવી જ પડે.
અમદાવાદમાં દાલફ્રાયને બદલે જ્ઞાતિનું દાળનું કલ્ચર હતું. ત્યારની આ વાત છે. દાળ વાટકી વડે કે ચમચી વડે પીવાની નહિ પણ આંગળા વડે ખાવાની વાનગી ગણાતી. જેની દાળ બગડી જેનો દિવસ બગડ્યો એવું માનતા લોકો દિવસ ન બગડે તે માટે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર દાળ લેવા ભીડ કરતાં હતાં. બાકીનું ભોજન ઘરે બનાવ્યું હોય પણ દાળ લેવા માટે ચંદ્રવિલાસ પર બહાર ડોલચાધારીઓની લાઈનના દશ્યો ઘણા અમદાવાદીઓ આજે પણ યાદ કરે છે.
નદીપારનું અમદાવાદ જંગલ હતું, ત્યારે ગાંધીરોડ અને રીલીફ રોડ રાજમાર્ગ ગણાતા હતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી ત્યારે પહેલાં અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી.
ચંદ્રવિલાસના મૂળ સ્થાપક ચીમનલાલ જોશીના પૌત્ર મૌલિક જોશીના જણાવ્યાનુસાર દાદાએ ચંદ્રવિલાસ શરૂ કરવા માટે ઘરેણાં ગીરવે મૂક્યા હતા. બે પટેલો તેમના ભાગીદાર હતા. દાદાએ તેમના પિતા ચંદ્રભાણના નામ પરથી ચંદ્રવિલાસ નામ પાડ્યું હતું.
આંગળા ચાટી જવાય એવી દાળ ઉકળતા સમય લાગે તેમ ચંદ્રવિલાસનો ધંધો જામતા પણ સમય નીકળી ગયો. ચીમનલાલના બીજા ભાગીદારો છૂટા થઈ ગયા.
પટેલો છૂટા પડવાની સાથે કોઈ અગમ્ય કારણસર ચંદ્રવિલાસની ખ્યાતિની સુગંધ પ્રસરવા લાગી, પાટિયા પર વાનગીઓનું લિસ્ટ પણ લાગવા લાગ્યું. ફક્ત ચા-નાસ્તાથી શરૂઆત કરનાર ચંદ્રવિલાસના ફાફડા-જલેબી વખણાવા લાગ્યા.
ભાગીદારોને છૂટા પડી જવાને બદલે અફસોસ થાય એટલી હદે ચંદ્રવિલાસ પ્રસિદ્ધ થઈ ત્યારે ૬૨ જેટલી વાનગીઓ ત્યાં પિરસાતી હતી…!! ખાંચ-ચા-દૂધ અને મસાલાના સાદા મિશ્રણમાંથી લશ્કરી, બાદશાહી, મસાલા, કડક મસાલા, રબડી જેવી દસ જાતની ચા બનતી હતી, ચારોળી અને પિસ્તાવાળું દૂધ પીવા માટે ચંદ્રવિલાસ સુધી લાંબા થનારા શોખીનોની પણ ખોટ ન હતી. સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલતી રેસ્ટોરન્ટમાં સમાજના તમામ વર્ગના લોકો મુલાકાત લેતા હતા. મિલ ઉદ્યોગના સુવર્ણયુગમાં મિલ માલિકો – શેઠીયાઓ ઠાઠથી ઘોડાગાડીને ચંદ્રવિલાસની બહાર ઊભી રાખીને ફાફડા જલેબી ઝાપટવા આવતાં, સરદાર પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓ પણ નાની ચા-નાસ્તા મિટિંગ માટે અવશ્ય આવતા.
પ્રથમ ટ્યુબલાઇટ
ચીમનલાલ જોશીએ અમદાવાદમાં પહેલી ટ્યુબલાઇટ ચંદ્રવિલાસમાં ફીટ કરાવી હતી. ત્યારે આખા અમદાવાદમાં તે અંગે ચર્ચા થઈ કે આ ‘ધોકાબત્તી’ કે ‘અજવાળું કરતું લાકડી’ વળી કઈ બલા છે. લોકો આ ટ્યુબલાઇટને જોવા કૌતુકતાથી આવતા હતા, વકરો એટલો આવતો કે છૂટા પૈસા ગણવાને બદલે ત્રાજવાથી તોલવામાં આવતાં.
મૌલિક જોશીના જણાવ્યાનુસાર ્રાહકને જોઈતી વાનગી માટે ભૂંગળા ટેલિફોન હતો અને પાઇપ કોમ્યુનિકેશનથી જે તે ટેબલ પર વાનગી પીરસાતી હતી. આ બધી વસ્તુની દેખરેખ એવી કાચની પદ્ધતિથી ગોઠવણ હતી કે દરેક ટેબલનું લોકેશન થા પર બેઠેલ જોઈ શકે.
તેમણે જણાવ્યું કે દેશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો રિવાજ પણ્ણચંદ્રવિલાસથી થયો તેમ કહી કાય. પચ્ચીસ વર્ષ પહેલાના૩૬ કર્મચારીઓથી આજે ૩૬૦ જેટલાં કર્મચારીઓ છે. આજે પણ લોકો ફાફડા-જેલીબ ખખવા આવે જ છે. શહેરની ગીચતા અને ગાંધીરોડ એક માર્ગીય રોડ થઈ જતાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થતાં બહાર દેખાતી લાઇનો બંધ થઈ ગઈ પણ અંદર ગીર્દી બરકરાર રહી છે.
બે માળની ચંદ્રવિલાસ પ્રથમ દષ્ટિ ‘રામ ભરોસે હિન્દુ હોટલ જેવી લાગે પણ અંદર ગયા પછી તેની વિશાળતાનો અંદાજ આવે છે. હોટલમાંના જૂના ખુરશી ટેબલની શૈલી આજે પણ એવાને એવા જ ઝળવાઈ રહ્યાં છે.
અમદાવાદ આખખમાં ફાસ્ટ ફુડમાં ભાજીપાઉં અને પીઝાના જમાનામાં પણ ચંદ્રવિલાસને ફાફડા જલેબીની લોકપ્રિયતામાં કોઈ આંચ આવી નથી. દશેરા અને દિવાળીના દિવસે ફક્ત ફાફડા જલેબી જ વેચાય છે. જ્યારે ઉત્તરાયણમાં ઊંધિયું. સો વર્ષના આરે પહોંચેલી ચંદ્રવિલાસની આજ તંદુરસ્તીનું રહસ્ય છે.
લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.