રામ મંદિર રાષ્ટ્રીય એક્તા-લાગણીનું પ્રતીક : નરેન્દ્ર મોદી

Reuters

 

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રી રામ જન્મભૂમી મંદિરનો શિલાન્યાસ કર્યા પછી કહ્યું હતું કે રામ મંદિર રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય લાગણીનું પ્રતીક છે. તેમજ રામ મંદિરથી સમગ્ર અયોધ્યા વિસ્તારના અથતંત્રમાં સુધારો થશે. રામ મિદરનો શિલાન્યાસ કર્યા પછી વડા પ્રધાન મોદી એક સમારોહને સંબોધન કરતા તેની શરૂઆત ‘સિયાવર રામચંદ્ર કી જય ઉદધોષ’ સાથે કરી હતી. 

તેમણે કહ્યું હતું ક આ ઉદ્ઘોષમાં રામ નગરીમાં નથી પણ તેની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાઇ રહ્યો છ. તેમણે તમામ દેશવાસીઓને અને વિશ્વમાં ફલાયેલા કરોડો રામ ભક્તોને આ પવિત્ર અવસરે કોટિ કોટિ શુભેચ્છા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોથળા અને તંબુની નીચે રહેતા આપણા રામલલા માટે હવે એક ભવ્ય રામ મંદિર નિમાર્ણ થશે. તેમણે કહ્યું હતું કે તૂટવું અને ફરી ઊભા થવું એવા સૈકાઓથી ચાલતા આવેલા ક્રમથી રામ જન્મભૂમી આજે મુક્ત થઇ ગઇ છે. રામનું મંદિર ભારતીય સંસ્કતિનું આધુનિક પ્રતીક બનશે, આપણી શાશ્વત આસ્થાનું પ્રતીક બનશે, રાષ્ટ્રીય લાગણીનું પ્રતીક બનશે. તેમણે કહ્યું હતું કે આ મંદિર કરોડો લોકોની સામુહિક શક્તિનું પણ પ્રતીક બનશે, પોતાના સંબોધન પહેલા તેમણે મંદિર નિમાર્ણની પાયાનો પથ્થર બેસાડવા સંબંધી એક તક્તીનું પણ અનાવરણ કર્યું હતું અને આ સમયે તેમણે શ્રી રામજન્મ ભૂમી મંદિર સંબંધિત એક ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી. તેમણે પોતાના સંબોધનનો અંત પણ સિયાપતિ રામચંદ્રની જય બોલાવીને કર્યો હતો.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રામ મંદિર માટે ચાલતા આંદોલનમાં અપર્ણ પણ હતું, તપર્ણ પણ હતું, સંઘર્ષ પણ અને સંકલ્પ પણ હતો. તેમણે કહ્યું હતું કે જેમના ત્યાગ, બિલદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, જેમની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે, હું એ તમામને આજે ૧૩૦ કરોડ દેશવાસીઓ વતી નમન કરું છું.

રામ મંદિરના સંઘર્ષને આઝાદીના સંઘર્ષ સાથે સરખાવ્યો

વડા પ્રધાને કહ્યું હતું કે દેશના સ્વાતંત્ર્ય માટે ચાલેલા આંદોલનના સમયે ઘણી ઘણી પેઢીઓએ પોતાનું બંધુ સમપિર્ત કરી દીધું હતું. ગુલામીના કાલખંડમાં એવો કોઇ સમય નહોતો જ્યારે આઝાદી માટે આંદોલન ન ચાલ્યું હોય. દેશની કોઇ જગ્યા એવી નહોતી જ્યાંથી આઝાદી માટે બિલદાન ન અપાયું હોય. તેમણે કહ્યું હતું ક ૧૫ ઓગસ્ટનો દિવસ લાખો બિલદાનોનું પ્રતીક છે. સ્વતંત્ર્તાની લાગણીનું પ્રતીક છે એ રીતે જ રામ મંદિર માટે ઘણી સદીઓ સુધી ઘણી પેઢીઓએ સતત પ્રયાસો કર્યા છે અને આજનો આ દિવસ એ જ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતીક છે.

ટ્રસ્ટના અધ્યક્ષે કહ્યું કરોડો રામભક્ત 

પોતાની સામેના મંદિર બનતા જોવા માગે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ૩૨ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં યજુર્વેદના ‘પ્રતિષઠા મંત્ર’ સાથે પાયામાં પૂજા કરેલી નવ શિલાઓને જેવી કળશ સાથે મૂકી, અયોધ્યા સહિત સમગ્ર દેશમાં ‘જય સિયારામ’ના નારા ગુંજવા લાગ્યા હતા. દેશભરમાં રાષ્ટ્રપર્વ જેવો ઉલ્લાસ જોવા મળ્યો. આ બાજુ શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ૧૮ એપ્રિલથી ચાલી રહેલી ધરાશાંતિ પૂજાના બુધવારે ૧૦૮ દિવસ પૂરા થયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે, ધરાશાંતિ પૂજાથી જ મંદિર નિર્માણનો શિલાન્યાસ નિર્વિઘ્ન અને સારા વાતાવરણમાં સંપન્ન થયો છે. અમે જ્યારે ધરાશાંતિની પૂજા શરૂ કરી હતી, ત્યારે દિવસો ગણ્યા ન હતા. આ વિધિનું વિધાન છે કે, ધરાશાંતિ પૂજાના ૧૦૮મા દિવસે મંદિર નિર્માણનો શિલાન્યાસ વડા પ્રધાનના હાથે સંપન્ન થયો. પૂજા કરાવી રહેલા આચાર્ય દુર્ગાપ્રસાદ ગૌતમે કહ્યું કે, શિલાન્યાસ થયા પછી જન્મભૂમિ પરિસરમાં ધરાશાંતિ યજ્ઞ ચાલતો રહેશે. આ પૂજા શ્રીરામલલા મંદિરમાં દરરોજ થતી પૂજાથી અલગ છે.

જય શ્રી રામ અને સિયાવર રામચંદ્ર કી જયના 

નારાથી અયોધ્યા ગુંજી ઉઠ્યું

શંખનાદથી લઇને ઘંટના અવાજ અને સાથે જય શ્રી રામ અને સિયાવર રામચંદ્ર કી જય ના મંત્રોચ્ચાર સુધી, રામ મંદિરનો પાયો નાખવાના સમારોહની કામગીરી શરૂ થતાં અયોધ્યા શહેરની ગલીઓ બુધવારે ધામિર્ક ઉત્સાહમાં ડૂબી ગઈ. જાણે કે આખું અયોધ્યા રામમય બન્યું હતું અને સ્થાનિક લોકોમાં મંદિર નિમાર્ણ શરૂ થવાનો ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો જાણે કે રામાયણ કાળમાં પોતે પહોંચી ગયા હોય અને ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફરી રહ્યા હોય તેવો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. 

દુકાનો પર લોકો સમુહમાં મોદીનું ભાષણ જોવા એકઠાં થયાં, રામાયણના દિવસોની યાદ આવી

પ્રખ્યાત શ્રીંગાર હાટ વિસ્તારની કેટલીક ઝવેરાતની દુકાનો સમુદાયના ટેલિવઝન સ્થળોમાં ફેરવાઈ હતી કારણ કે ત્યાંથી પસાર થતા લોકો અને કેટલાક સુરક્ષા કમર્ચારીઓ અને મીડિયા કર્મીઓએ મંદિર અને તેમના ભાષણ માટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજનનું લાઇવ ટેલિકાસ્ટ જોવા દુકાનદારો સાથે જોડાયા હતા. અયોધ્યાના જિલ્લા મેજિસ્ટેટ અનુજકમાર ઝાએ જણાવ્યું હતું કે દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થયો. અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દીપક કુમારે પણ જણાવ્યું હતું કે બુધવારે શહેર એકદમ સામાન્ય હતું. ઘણા લોકોને યાદ છે કે આ દશ્યો ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં સમાન હતા, જ્યારે રામાયણ સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવતી હતી અને લોકો ટીવી સેટ ધરાવતા ઘણાં ઘરો અને દુકાનો પર એકઠા થતા હતા.

અયોધ્યામાં ભૂમિ પૂજન સમયે કાશીમાં 

મુસ્લિમ મહિલાઓએ કરી શ્રીરામની આરતી

અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ કરાયો તે સમયે દેશ આખામાં જાણે કે એક અલગ જ માહોલ સર્જાયો હતો અને માત્ર હિન્દુઓ જ નહીં પણ મુસ્લિમોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. વડા પ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર અને ધર્મ નગરી કાશીમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાળ ભારત સંસ્થાને સંયુક્ત રીતે વારાણસીના લમહી ગામમાં હનુમાન ચાલીસા પઠન અને રામચરિત માનસના પાઠનું આયોજન કરાયું હતું, જેમાં મુસ્લિમ મહિલાઓએ શ્રી રામની આરતી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here