રામ-મંદિરનું નિર્માણ બાબત સરકાર શું કરવા ધારે છે ?? સંસદમાં નવું બિલ કે પછી વટહુકમ… સરકાર ગણતરીપૂર્વક પગલાં ભરી રહી છે..

0
907

રાજકીય પંડિતો માની રહયા છેકે, રામ-મંદિરનો વિવાદ પુનઃ વકરી રહયો છે.. રામ- મંદિરનેા નિર્માણનો મુદો્ હવે રાજનીતિમાં ચોરે ને ચૌટે ચર્ચાઈ રહયો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે જાન્યુઆરી મહિનાની અવધિ આપી છે.નવેમ્બર- ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ અને વિપક્ષો વચ્ચે ખરાખરીનો ખેલ છે   2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. પરિસ્થિતિ પ્રવાહી છે. સરકાર ગણી ગણીને ગણતરીપૂર્વક પગલું ભરી રહી છે. આથી હાલમાં રામ- મંદિરના મુદે્ નરેન્દ્ર મોદીની સરકાર કશો નિર્ણય કે ઘોષણા કરે તેવી અપેક્ષા રાખવી અસ્થાને ગણાશે. રામ- મંદિર બાબત સંસદના શિયાળુ સત્રમાં ખરડો લાવવો કે સત્ર પૂરું થયા પછી વટહુકમ લાવવો – તે અંગે લાભ- નુકસાનની ગણતરી કરવામાં  આવી રહી છે. સરકાર, સંધ અને ભાજપના મોટાભાગના લોકો શિયાળુ સત્રમાં રામ- મંદિરના નિર્માણનો ખરડો રજૂ કરવાની તરફેણ કરી રહયા છે. ભાજપના કેટલાક નેતાઓ એવું માની રહયા છેકે વટહુકમ લાવવાથી એની હિંદુ સમાજ અને સાધુ- સંતો પર બહુ જ સારી અસર પડશે. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો પર બધો દમદાર છે. હાલ તો ભાજપ શેકસપિયરના પાત્ર હેમ્લેટની મનોદશા અનુભવી રહયો છેઃ ટુ બી ઓર નોટ ટુ બી…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here