રામ- મંદિરના નિર્માણ માટે ભાજપના સાંસદ રાકેશ સિંહા સંસદમાં ખાનગી બિલ રજૂ કરશે

0
711

અયોધ્યામાં રામ- મંદિર નિર્માણનો મુદો્ ફરીથી રાજકારણમાં ધરતીકંપ લાવી શકે છે. રામ- જન્મભૂમિના નિર્માણ માટે ઠેર ઠેર માગણીઓ કરવામાં આવી રહી છે. રાજ્યસભાના ભાજપ સાંસદ રાકેશ સિન્હા ખાનગી બિલ લાવીને આ મુદો્ સંસદમાં પેશ કરે એવી સંભાવના છે. તેમણે ટવીટ કરીને જણાવ્યું હતું કે, જે લોકો રામ- મંદિરના નિર્માણ અંગે ભાજપ અને આરએસએસને ફરિયાદ કરી રહયા છે તેઓ તેમના પ્રઈવેટ બિલનું સમર્થન કરશે. તેમણે જણાવ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અયોધ્યાનાો મામલો સુપ્રીમ કોર્ટની પ્રાથમિકતામાં નથી, પણ હિન્દુઓની નજરે આ મુદો્ પ્રાથમિકતામાં જરૂરી છે. તેમણે  ટવીટર દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી,સીતારામ યેચુરી , લાલુપ્રસાદ યાદવ અને માયાવતીને સીધો પ્રશ્ન કર્યો હતો કે, શું તેઓ આ બિલનું સમર્થન કરશે ખરા ? આરએસએસના નેતા ડો. મનમોહન વૈદ્યે નિવેદન કર્યું હતું કે, રામ- મંદિરના નિર્માણનો વિષય એ હિંદુ- મુસ્લિમ સમુદાયનો વિષય નથી. રામ- મંદિરનું નિર્માણ એ રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. અત્યારસુધી અદાલતે આ વિવાદનું નિરાકરણ કર્યું નથી.