રામ- મંદિરના નિર્માણ અંગે થઈ રહેલા વિલંબથી રામભકતોનો સમુદાય નારાજ

0
783

સુપ્રીમ કોર્ટે રામ- મંદિરના કેસની સુનાવણી તાત્કાલિક ધોરણે હાથ  ધરવાનો ઈન્કાર કરતાં રામ ભક્તોના સમુદાયમાં અને હિંદુ સંગઠનોમાં નિરાશા અને નારાજગી ફેલાઈ ગઈ હતી. આ મામલો દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહયો છે. હિંદુ સંગઠનો અને સાધુ- સંતોનો સમુદાય આ અંગે અતિ સંવેદનશીલ છે. રામ- મંદિરના નિર્માણ બાબત વટહુકમ જારી કરવાનો આગ્રહ જનસમુદાયમાં વધતો જાય છે. વટહુકમ લાવવા માટે  કોેન્દ્ર સરકાર પર દબાણ વધતું જ જાય છે.ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ વર્માએ નિવેદન કર્યું હતું કે, રામ- મંદિરના નિર્માણને જલ્દીથી શક્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વારંવાર કહી ચુકયા છે કે, અયોધ્યામાં વહેલી તકે ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવશે