રામ- મંદિરનાં નિર્માણ અંગે હાલમાં ભાજપ સરકાર કોઈ વટહુકમ લાવવા માગતી નથી. ..સર્વોચ્ચ  અદાલતના ચુકાદાની રાહ જોવાઈ રહી છે

0
1096

 

  

શિયાળુ સત્રમાં રામ- મંદિરના નિર્માણ માટે પ્રસ્તાવ કે વટહુકમ લાવવાની કશી હિલચાલ નથી થઈ રહી. બિલ કે વટહુકમ લાવવાની ઘારણાઓ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિત શાહે પૂર્ણવિરામ મૂકી દીધું.

અયોધ્યામાં રામ- મંદિરનું નિર્માણ જેમ બને જેમ જલ્દી કરવામાં આવે તેવા આશયથી અને નરેન્દ્ર મોદી સરકાર પર આ અંગે દબાણ લાવવાના ઉદે્શથી વિવિધ હિંદુ સંગઠનો તેમજ સાધુ- સંતોના મંડળો દ્વારા એકઠા થઈને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ છતાં મોદી સરકારે આ  અંગે કશી તાત્કાલિક ગતિવિધિ કરી હોય એમ લાગતું નથી

 ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે,સરકાર આગામી જાન્યુઆરી માસમાં થનારી સુનાવણીની રાહ જોશે. અર્થાત રામ- મંદિરના મુદે્ સરકાર વિચારી વિચારીને પગલું ભરી રહી હોવાનો સંકેત મળી રહ્યો છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, રામ- મંદિરનો કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે એટલે તેની સુનાવણી સુધી રાહ જોયા સિવાય આપણી પાસે અન્ય વિકલ્પ નથી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં છેલ્લા 9 વરસથી વિચાર હેઠળ છે. અમિત શાહે એવી આશા વ્યક્ત કરી હતી કે, જાન્યુઆરીમાં સુનાવણી થશે ત્યારે બધું ઠીક થઈ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે અમારું ચાલતું હોત તો આ મામલો અમે કયારનો ઉકેલી દીધો હોત.