
સુપ્રીમ કોર્ટે રામ- જન્મભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થ કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં રામ- જન્મભૂમિ વિવાદકેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
મધ્યસ્થતાની પ્રક્રિયાની શરૂઆત બાદ આ પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મધ્યસ્થ કમિટીએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચ દ્વારા માન્ય કરવામાં આવી હતી. મધ્યસત કમિટીમાં જસ્ટિસ ખલીફુલ્લાહ , એડવોકેટ શ્રીરામ પંચુ અને આદ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરનો સમાવેશ થાય છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, આ મધ્યસ્થી કમિટીની તમામ કાર્યવાહી ગુપ્ત હોવાથી અમે આ અંગે કોઈને પણ કશી માહિતી આપી શકીએ નહિ.