રામાયણ ની કથા ફરીથી રૂપેરી પરદે રજૂ થશે,,.. ફિલ્મ ત્રણ ભાગમાં બનશે…

0
930

 

રામાનંદ સાગરની લોકપ્રિય ધાર્મિક સિરિયલ રામાયણને હજી દર્શકો ભૂલ્યા નથી. રામાયણ ટીવી સિરિયલની લોકપ્રિયતાએ ઈતિહાસ સર્જયો હતો. 

   હવે દંગલ ફિલ્મના ડિરેકટર નિતેશ તિવારી અને રવિ ઉદયાવરે રામાયણ ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે. બોલીવુડના આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મનું બજેટ આશરે 500 કરોડ રૂપિયાનું છે. આ રામાયણ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ફિલ્મનો પહેલો ભાગ 2021માં પ્રદર્શિત કરાશે. આ ફિલમના કલાકાર- કસબીઓમાં હિન્દી,મરાઠી , તમિલ સહિત દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોનો સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મ માત્ર ભારતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના -ગ્લોબલ ઓડિયન્સને માટે બનાવવામાં આવશે. આ મહ્ત્વાકાંક્ષી પ્રોજેકટનું નિર્માણ આલુ અરવિંદ, મધુ મંતેના, નમિત મલ્હોત્રા કરી રહ્યા છે.