રામાનંદ સાગરના રામ – અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થયાં.  રામના નામે પથ્થર તરશે….

 

     ચાર રાજે્યોમાં ચૂંટણના પડઘમં ગાજી રહ્યા છે.. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં ચીૂંઠમઈ પ્રચાર એની પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. વિપક્ષના નેતાઓ ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે. ફિલ્મી કલાકારો ભાજપમાં એન્ટ્રી કરી રહ્યા છે. ગીતકારો, ગાયકો , લેખકો – દરેકને રાજકીય પક્ષો લલચાવીને તેમની ટોળીમાં ભેળવવાની તરકીબો અજમાવી રહહ્યા છે. આમાં કોઈ પણ રાજકીય પક્ષ બાકાત નથી. ભૂતકાળમાં સત્તા સંભાળનારી કોંગ્રેસે જ આ બધા નાટકની શરૂઆત કરી હતી. હાલમાં કેન્દ્રમાં ભાજપ સત્તા સ્થાને છે.રાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ કરીને, પોતાની સ્થિતિ વધુ મજબૂત કરીને ભાજપ ફરીથી કેન્દ્રમાં સત્તા હસ્તગત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવીને અનન્ય બેસુમાર લોકપ્રિયતા મેળવનાર કલાકાર અરુણ ગોવિલને હજી પણ લોકો ભૂલ્યા નથી. મર્યાદા પુરુષોત્તમ ભાગવાન શ્રીરામ  તરીકે હજી પણ લોકોની નજરે અરુણ ગોવિલનો ચહેરો લોકોની નજર સમક્ષ તરવરે છે. ઉત્તપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ આવતા વરસે યોજાવાની છે. અરુણ ગોવિલ મૂળ મેરઠના વતની છે. યુપીની આગામી ચૂંટણીમાં  તેમજ હાલમાં થનારી રાજ્યોની ચૂંટણીઓમાં પ્રચારક તરીકે તેમને ભૂમિકા સોંપાય તો લોકોમાં ખાસ્સી સકારાત્મક અસર પડે એ વાત નિશંક છે. રામના નામે પથ્થર તરશે ખરા…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here