રામજન્મભૂમિના મુખ્ય પૂજારી સરકારથી નારાજ છેઃ ભાજપ રામમંદિરનું નિર્માણ કેમ કરાવતી નથી ?

0
644

રામ- જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસ મહારાજ ભાજપ સરકારથી નારાજ છે. તેઓ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની રાજ્ય સરકાર  તેમજ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના વલણ પર ગુસ્સે ભરાયા છે. તેમનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું એવો વાયદો કરીને લોકોના મત લીધા હતા.પરંતુ સરકારે હજી સુધી મંદિર બા્ંધવા બાબત  કશી જ કાર્યવાહી કરી નથી. જયારે જયારે અમે અયોધ્યામાં રામ મંદિર બંધવાનો મુદો્ આગળ કરીએ છીએ ત્યારે અમને એમ કહીને રોકવામાં આવે છેકે, હાલ આ મામલો અદાલત સમક્ષ હોવાથી સરકાર કશી કાર્યવાહી કરી શકે નહિ. હવે જો અદાલત જ મંદિર બાબત નિર્ણય લેવાની હોય તો અમારે ભારતીય જનતા પક્ષની શી જરૂરત છે, અમે તેમને સાથ- સહકાર શા માટે આપીએ…મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ મહારાજે આ બયાન શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતની હાજરીમાં આપ્યું હતું. પૂજારી સત્યેન્દ્ર  દાસે કહ્યું હતું કે, હવે અમે ભાજપ પાસે કશી અપેક્ષા રાખતા નથી. સંભવ છે કે, અયોધ્યામાં રામ- જન્મભૂમિનું નિર્માણ કરવાના કાર્યમાં શિવસેના મહત્વની ભૂમિકા અદા