રાફેલ વિમાનોનો સોદો  એક સારું પેકેજ છે- એર ચીફ માર્શલ બી એસ  ધનોઆ

0
792

રાફેલ યુધ્ધ વિમાનોના સોદાની ચર્ચા આજકાલ ચોરે ને ચૌટે ચાલી રહી છે. રાફેલની કિંમત, એમાં સરકારની ભૂમિકા, રિલાયન્સની કહેવાતી ભાગીદારી , ભ્રષ્ટાચાર વગેરે મુદા્ઓ મિડિયામાં ખૂબ ચર્ચાઈ રહયા છે. આવા સમયગાળામાં ભારતના વાયુસેનાના પ્રમુખ એરમાર્શલ બી એસ ધનોઆએ જણાવ્યું હતું કે, રાફેલ વિમાનોનો સોદો એક સારું પેકેજ છે. રાફેલ વિમાન એ ઉત્કૃષ્ટ કક્ષાનું યુધ્ધ વિમાન છે. આ ઉપખંડમાં એની હાજરી હોવી એ મહત્વનું પુરવાર થશે. રાફેલ સોદાથી ભારતને અનેક રીતે ફાયદો થયો છે. રાફેલ વિમાન  અને એસ400 એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને કારણે આપણને ઘણી સહાયતા મળશે. વિમાનની કિંમત વિષે થતા વિવાદ અંગે વાત કરતાં તેમણે કહયું હતું કે, ખૂબ વિચાર- વિમર્શ કર્યાબાદ વિમાનની કિંમત નકકી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાફેલ વિમાનની હાલમાં નક્કી કરવામાં આવેલી કિંમત અગાઉ નક્કી થયેલી કિંમત કરતાં વધુ હોય એ શક્ય જ નથી