રાફેલ લડાયક વિમાનોની ખરીદીમાં કશોક ગોટાળો થયો છેઃ રાહુલ ગાંધીનો આક્ષેપ

0
921
REUTERS
Reuters

 

કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ રાફેલ લડાયક વિમાનોની ખરીદી અંગે મોદી સરકારે કશીક ગરબડ કરી હોવાના આક્ષેપનો આજે પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રાફેલના સોદા બાબત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે સવાલે પૂછ્યા છે તેના જવાબો તેઓ કેમ નથી આપતા તે સમજાતું નથી. મોદી આ મામલા સાથે સંકળાયેલા મૂળભૂત પ્રશ્નોના ઉત્તર આપવામાં આનાકાની કરી રહ્યા છે.

     સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામણે અગાઉ એવી જાહેરાત કરી હતીકે, તેઓ રાફેલ વિમાનો  કઈ કિંમતે ખરીદવામાં આવ્યા તેની રાષ્ટ્રને જણ કરશે. પણ, હવે તેઓ એ બાબતને સરકારી ગોપનીયતા કહીને જવાબ આપવાનું ટાળી રહ્યા છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતુંકે, મેં પૂછેલા ત્રણ સવાલોનો  જવાબ આપવામાં નથી આવ્યો, એનો મતલબ કે દાળમાં કશુંક કાળું છે