
રાફેલ વિમાનની ખરીદીના સોદામાં સરકારની ભૂમિકા સંદેહભરી રહી છે..યુપીએ સરકારે ડસોલ્ટ કંપની સાથે 126 રાફેલ વિમાનોની ખરીદી માટે કરાર કર્યો હતો, જેમાં 18 રાફેલ વિમાનો તૈયાર થઈને ભારત મોકલાવાના હતા, જયારે 108 વિમાનો માટે ભારતમાં એચએએલ કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવનાર હતા. ડસોલ્ટ કંપની હિંદુસ્તાન એરોનોટિ્કસ લિમિટેડના સહયોગથી ઉપરોકત વિમાનો તૈયાર કરવાની હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસની એ મની મુલાકાત દરમિયાન અલગ ઘોષણા કરી હતી. તેમની આ જાહેરાતના બે દિવસ પહેલા વિદેશ સચિવ એસ જયશંકરે પત્રકારોને જણાવ્યું હતું કે, એચએએલ રાફેલના વિમાન સોદામાં સહભાગી છે.
કોંગ્રેસ પક્ષે ડસોલ્ટ કંપનીના ચેરમેનનો વિડિયો ટવીટ કર્યો છે. દેશમાં રાફેલ વિમાનનું પ્રકરણ ગાજી રહયું છે. વિપક્ષ અને શાસક પક્ષ અરસપરસ વાદ- વિવાદ સર્જી રહ્યા છે..