રાઝીની સફળતાથી ખુશ મેઘના ગુલઝારની નવી ફિલ્મમાં આલિયા અને રણવીર કપુર મુખ્ય ભૂમિકા ભજવે એવી શક્યાતા છે..

0
792

મેઘના ગુલઝાર રાઝીની સફળતાથી ખૂબ જ ખુશ છે. આ  ફિલ્મમાં આલિયા ભટ્ટની ભૂમિકાની બહુ જ પ્રશંસા કરવાંમાં આવી હતી. પ્રેક્ષકે એને વિવેચકોએ જ નહિ, પરંતુ બોલીવુડના મહાનુભાવોએ પણ એના અભિનયની મુક્તકંઠે પ્રશસ્તિ કરી હતી. હાલમાં મેઘના ભારતના ભૂતપૂર્વ સરસેનાપતિ જનરલ માણેકશા પર બાયોપિક બનાવી રહી છે. આ ફિલ્મમાં જનરલ માણેકશાની ભૂમિકા માટે આલિયા ભટ્ટે રણવીર કપુરના નામની ભલામણ કરી હોવાનું કહેવામાં આવે છે. હાલમાં ફિલ્મ સંજૂમાં રણવીર કપુરે ભજવેલી સંજય દ્તની ભૂમિકાની ચારકોરથી પ્રશંસા થઈ રહી છે. રાજુ હિરાની નિર્મિત આ બાયોપિકે ટિકિટબારી પર ટંકસાળ પાળી હતી. આથી મોટા મોટા નિર્માતાઓ પણ આજકાલ રણવીર કપુરને પોતાની ફિલ્મમાં હીરો તરીકે લેવા કતારમાં ઊભા છે…