રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ચેતવણી

 

મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (પ્ફ્લ્)ના વડા રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્કમાં રેલીમાં પોતાના સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, ‘મસ્જિદોમાં આટલા ઊંચા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો તેને રોકવામાં નહિ આવે તો મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરાશે.’ હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરૂદ્ધ નથી. મ

રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે હું નમાઝની વિરૂદ્ધ નથી, પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. હું હાલમાં માત્ર ચેતવણી આપી રહ્યો છું. લાઉડ સ્પીકર હટાવો નહિતર મસ્જિદની સામે લાઉડ સ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું. રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રીએ ચૂંટણી દરમિયાન જે લોકોનો વિરોધ કર્યો હતો, તેમની જ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા હતા અને ઉદ્ધવે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી જ તેમને મુખ્યમંત્રી બનવાનો અને વિપક્ષી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનો વિચાર આવ્યો. રાજ ઠાકરેએ હાલમાં જ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘પહેલા તેમનું પેન્શન બંધ કરવું જોઈએ. શું તમે તમારા કામથી લોકો પર કોઈ ઉપકાર કરી રહ્યા છો? તેમના બંગલા લઈ લો અને પછી તેમને ઘર આપો. આ યોજનામાં પણ મુખ્યમંત્રીને શું સારૂં લાગી રહ્યું છે. શું આ યોજનામાં કંઈ એવું છે જે રસપ્રદ છે?’