રાજ્ય સરકાર અને ગ્લોબલ ગ્રુપ લિમિટેડ કંપની વચ્ચે એમઓયુ

 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે IT અને ITeS સેક્ટરના સર્વગ્રાહી વિકાસ માટે જાહેર કરેલી નવી IT/ITeS પોલિસી-ર૦રર-૨૭ની પ્રથમ ફલશ્રુતિ ‚પે રાજ્ય સરકાર અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ક્ષેત્રની આંતરરાષ્ટ્રિય કંપની વચ્ચે સ્ટ્રેટેજિક એમઓયુ સંપન્ન થયા છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આ સ્ટ્રેટેજિક એમઓયુ સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરાના માર્ગદર્શનમાં સંપન્ન થયા હતા. સાયન્સ ટેક્નોલોજીના નાયબ નિયામક  અને QX ગ્લોબલ ગૃપ લિમિટેડના ગુજરાત પ્રતિનિધિ સ્નેહલ પટેલે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરના વિકાસને વેગ આપવા રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવાના હેતુસર જાહેર થયેલી પ્રોત્સાહક IT પોલિસી અંતર્ગત થયેલા આ સૌ પ્રથમ સ્ટ્રેટેજિક એમઓયુને આવકાર્યા હતા. 

તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ નવી IT પોલિસીથી યોગદાન આપવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ QX ગ્લોબલની આ પહેલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર તેમના ગુજરાત ઓપરેશન્સમાં યોગ્ય સહયોગ પણ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here