રાજ્યસભા સાંસદ અમરસિંહનું નિધન

Reuters

 

લખનૌઃ લાંબા સમયથી બીમાર સમાજવાદી પક્ષના પૂર્વ નેતા અમરસિંહનું ૬૪ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. બીમારીના કારણે સિંગાપુરની એક હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક સમયે ઉત્તરપ્રદેશના કદાવર નેતાઓમાં ગણાતા અમરસિંહ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવની નજીકના સાથી હતા. અમરસિંહ વર્તમાનમાં ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા