રાજ્યસભામાં પસાર કરાયું બિલ- હવે આધારકાર્ડ ફરજિયાત નહીં…

0
731

 

નવા પસાર કરવામાં આવેલા સંશોધક વિધેયકમાં બેન્કમાં ખાતું ખોલાવવા માટે, ફોનનું સિમ કાર્ડ લેવા માટે હવે વ્યક્તિ એ આધારકાર્ડ બતાવવું જરૂરી નથી. લોકસભા અને રાજ્યસભા – સંસદના બન્ને ગૃહોમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે. બિલ અંગે રાજ્યસભામાં થયેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર હવે નિકટના સમયમાં ડાટા સંરક્ષણ બિલ પણ સંસદમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. તે અંગેની કામગીરી ચાલી રહી છે.