રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને જુદી જુદી સમિતિઓમાં કામગીરી સોંપવામાં આવી ..

 

   રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને વિવિધ સમિતિઓમાં કામગીરી સોંપવામાં આવી છે. નરહરિ અમીનને રેલવેની સંશોધન સમિતિમાં, પરિમલ નથવાણીને  અને શક્તિસિંહ ગોહિલને ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી વિષયક સમિતિમાં , અભય ભારદ્વાજને કાયદો અને ન્યાયતંત્ર સમિતિમાં તેમજ રમીલાબેન બારાને સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ સમિતિમાં જવાબદારી સોંપવામાં આવી છે. જયોતિરાદિત્ય સિંધિયાને હયુમન રિસેર્સિસ કમિટીમાં, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને વિદેશી બાબતોની પેનલમાં અને પીઢ નેતા શરદ પવારને સંરક્ષમ વિષયક પેનલમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. રાજયસભામાં હાલમાં ચૂંટાયેલા 66 સભ્યોને જુદી જુદી સમિતિઓમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે.