રાજ્યસભામાં  ધાંધલ- તીન તલાક સંબંધિત બિલ રાજયસભામાં રજૂ ન કરી શકાયું…

0
686

 

રાજયસભામાં પણ સોથી વધુ સભ્યો ધરાવતી રાજકીય પાર્ટી બીજેપી છે, પરંતુ કાનૂની ખરડો કે પ્રસ્તાવ પસાર કરાવવામાંટે જરૂરી જેટલી સભ્ય સંખ્યા જોઈએ તેટલી ભાજપ પાસે નથી. મોદી સરકાર આગામી 8 જાન્યુઆરી સુધી ચાલનારા શિયાળુ સત્ર દરમિયાન જ તીન તલાકનું બિલ રાજયસભામાં પસાર થઈ જાય એવી અપેક્ષા રાખતી હતી, પણ વિપક્ષોના અસહકારી વલણને કારણે એશક્ય નહિ બને. જો આવું થશે તો સરકારે ફરીથી અધ્યાદેશ લાવવો પડશે. કોંગ્રેસ અને  વિરોધ પક્ષોએ કરેલી ધમાલને કારણે ઉપલા ગૃહનું કામકાજ ઠપ થઈ ગયું હતું. સદનની કાર્યવાહી અધ્યક્ષે 2 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી હતી. ભાજપે તે્મજ કોંગ્રેસે વ્હીપ જારી કરીને પોતાના પક્ષના સભ્યોને સદનમાં ઉપસ્થિત રહેવાનો અનુરોધ કર્યો હતો.

તીન તલાકના બિલ બાબત પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, ભાજપ હવે અમારા ધરોમાં ધુસવાનો પ્રયાસ કરી રહયું છે. જેને કારણે અમારી જિંદગી અસ્તવ્યસ્ત થઈ જશે.