રાજ્યસભાની 59 બેઠકો માટે 23માર્ચે થશે મતદાનઃ સૌથી વધુ 10 બેઠકો યુપીના ફાળે

0
440
Photo: Reuters

રાજ્યસભાના 58 જેટલા સભ્યો આવરસે માર્ચમાં પોતાના હોદા્ પરથી નિવૃત્ત  થઈ રહ્યા છે. નવા સભ્યોને માટે ચૂંટણી 23 માર્ચના યોજવાનું ઈલેકશન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારી કરવા માટે 12મી માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. કેરળના સાંસદ વીરેન્દ્રકુમાર અને ઉત્તરપ્રદેશના માયાવતીની બેઠકો પણ આ ચૂંટણીમાં સામેલ છે. રાજયસભામાંથી નિવૃત્ત થનારા મહાનુભાવોમાં કેન્દ્રીયમંત્રી રવિ શંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રસાદ, જે પી નડ્ડા અને થાપરચંદ ગેહલોતનો સમાવેશ થાયછે. વિવિધ રાજયોની બેઠક તેમના રાજયમાંથી નિવૃત્ત થનારા સભ્યોની સંખ્યા પ્રમાણે હોય છે. જેમાં મહારાષ્ટ્ર-6, બિહાર-6, મધ્યપ્રદેશ -5, પશ્ચિમ બંગાળ- 5, ગુજરાત અને કર્ણાટક – 4, તેલંગણા, આંધ્ર, ઓડિશા-3, ઝારખંડ-2, છત્તીસગઢ , હરિયાણા, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ-1 અને ઉત્તરપ્રદેશની કુલ 10 બેઠકોનો સમાવેશ થાય છે.   આ વખતની રાજયસભાની ચૂંટણીમાં ભાજપને ૟યુપીમાં વધુ ફાયદો થશે. દરેક રાજકીય પક્ષ પોતપોતાના વગદાર નેતાઓની પસંદગી કરવાની બાબતમાં ચર્ચા- વિચારણા કરી રહ્યો છે.