રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી – 33 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા , 25 બેઠકો માટે થયં રસાકસીભર્યું મતદાન

0
723
Reuters

 

23મી માર્ચના રાજ્યસભાની 25 બેઠકો માટે આજે ભારતના જુદા જુદા રાજ્યોના વિધાનગૃહોમાં મતદાન કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશમાં રાજયસભાની 10 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું.  વિપક્ષ દ્વારા ફરિયાદ કરાંતા મતગણતરી થોડાક સમય માટે મોકૂફ રાખ્યા બાદ પુન શરૂ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં થી ઉમેદવારી કરનારા કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંધવી મમતા બેનર્જીના રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રસના વિધાનસભ્યોના મળેલા સમર્થનને કારણે ચૂંટણી જીતીને રાજ્યસભામાં બેઠક હાંસલ કરવામાં સફળ થયા હતા. તૃણમૂલ કોંગ્રેસના ચાર સભ્યો  નદીમુલ હક, સુભાશિષ ચક્રવર્તી , અબીર વિશ્વાસ અને સાંતનુ સેન પણ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયાં છે. છત્તીસગઢમાંથી ભાજપના ઉમેદવાર સરોજ પાંડયે વિજયી થયાના સમાચાર પ્રાપ્ત થયા હતા. ઉત્તરપ્રદેશમાંથી રાજયસભાના માટે ઉમેદવારી કરનાર કેન્દ્રના નાણાંપ્રધાન અરુણ જેટલીએ પણ કામયાબી મેળવી છે. ઉત્તરપ્રદેશમાં 10 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નક્કી છે. જયારે એક બેઠક પરસમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે અભિનેત્રી જયા બચ્ચન ચૂંટણી લડી રહ્યા છે. તેમનો વિજય પણ નિશ્ચિત ગણાય છે. બાકી રહેલી બેઠક માટે ભાજપ અને માયાવતીની બસપાના ઉમેદવારો આમને-સામને છે. આ બેઠક માટે ખાસ્સી રસાકસી થઈ રહી છે. મતદાન દરમિયાન ક્રોસવોટિંગ થયાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી. રાજયસભાની ચૂંટણીમાં 7 રાજ્યોની 26 બેઠકોમાંથી 25 બેઠકોના પરિણામો ઘોષિત થઈ ગયા છે. ભાજપને 11બેઠકો, કોંગ્રેસને 5 બેઠકો , ટીએમસીને 4 બેઠકો, ટીઆરએસને 3 બેઠકો અને જેડીયુને 1બેઠક, સમાજવાદી પક્ષને 1 બેઠક મળી છે. હવે સંસદના ઉપલા ગૃહમાં ભારતીય જનતા પક્ષને કુલ 72 બેઠકો પ્રાપ્ત થઈ છે. રાજ્યસભામાં સૌથી વધુ બેઠકો ધરાવનાર પક્ષ તરીકે ભાજપે સ્થાન મેળવ્યું છે.