રાજ્યમાં ૩૫ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

 

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં પાંચ સહિત કુલ ૧૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા સહિત ૩૫ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા મનપામાં ૫, અમદાવાદ મનપામાં ૪, રાજકોટ મનપા, સુરત મનપા-ગ્રામ્ય અને વડોદરા ગ્રામ્યમાં ૧-૧ મળી કુલ ૧૩ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં ૧૦ દર્દીઓ સાજા થયા હતાં, આમ રાજ્યમાં અત્યાર સુધીમાં ૮,૧૫,૨૦૧ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૫૩ થઈ છે. જ્યારે ૧૪૯ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને ૦૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૭,૪૮,૦૫૧ વ્યકિતઓને રસી આપવામાં આવી છે. બુધવારે રાજ્યમાં ૩૮ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને ૬,૪૮૦ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૧૮-૪૫ વર્ષ સુધીના ૩,૪૦,૯૯૩ને પ્રથમ અને ૧,૬૨,૮૦૭ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત ૪૫ વર્ષથી વધુ ઉંમરના ૧,૧૦,૩૨૮ને પ્રથમ અને ૧૨,૭૪૫ને બીજો ડોઝ મળી કુલ ૭,૪૮,૦૫૧ વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ ૪,૭૦,૦૯,૨૧૬ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here