રાજ્યમાં લગ્ન પ્રસંગે ૩૦૦ મહેમાનોની છૂટ

 

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કફર્યુ ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે, જેમાં રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં ૩૦૦ની સંખ્યામાં યોજી શકાશે. જ્યારે ૮ મહાનગરો સહિત ૨૭ શહેરોમાં નાઇટ કફર્યુ યથાવત રાખ્યો છે. 

હાલ ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કફર્યુ અમલમાં છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતા ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવાડ, ગોધરા, વિજલપોર (નવસારી), બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભ‚ચ અને અંકલેશ્ર્વરમાં પણ નાઇટ કફર્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષકો અને અન્ય સ્ટાફનું મોટાપાયે રસીકરણ પૂ‚ થવાથી અને કોરોનાની ત્રીજી લહેરમાં આવી રહેલા ઘટાડાને જોતા કેન્દ્રએ રાજ્યોમાં શાળાઓ શ‚ કરવા અંગે નિર્ણય લેવાનું કહ્યું છે. ગુજરાતના શિક્ષણ મંત્રાલયની સંયુક્ત સચિવ સ્વીટી ચાંગસાને કહ્યું કે રાજ્યો સાથે વિચાર-વિમર્શ બાદ આ મામલે પહેલા જ દિશાનિર્દેશમાં સંશોધન કરવામાં આવી ચૂક્યું છે.