રાજ્યમાં મદરેસા નથી જોઈતી, સ્કૂલ-કોલેજ અને યુનિવર્સિટી જોઈએ છેઃ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા

હૈદરાબાદઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ તેલંગાણાના કરીમનગરમાં એક સભાને સંબોધતા કહ્યું કે અમે રાજ્યમાં લવ જેહાદને રોકવા માટે કામ કરી રહ્યા છીએ. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમે રાજ્યમાં મદરેસાઓને બંધ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી બન્યા પછી મેં 600 મદરેસા બંધ કરી છે અને આ વર્ષે હું વધુ 300 બંધ કરીશ. અમારે મદરેસા નથી જોઈતી, અમને સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી જોઈએ છે.
સામના મુખ્યમંત્રી બિસ્વાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્યમાં મદરેસાઓની સંખ્યા ઘટાડવા માંગે છે. અમે મદરેસાઓમાં સામાન્ય શિક્ષણ આપવા માંગીએ છીએ અને મદરેસામાં નોંધણી સિસ્ટમ શરૂ કરવા માંગીએ છીએ. અમે આના પર લઘુમતી સમુદાય સાથે પણ કામ કરી રહ્યા છીએ અને તેઓ પણ રાજ્ય સરકારને મદદ કરી રહ્યા છે.
આસામના મુખ્યમંત્રીએ ઓલ યુનિયન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના અધ્યક્ષ મૌલાના બદરુદ્દીન અજમલની હિંદુઓ વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે,મહિલાઓ બાળકો પેદા કરવા માટેનું મશીન નથી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કોંગ્રેસને આજની નવી મુગલ ગણાવી હતી. આ દરમિયાન તેમણે પાર્ટી પર ભારતને નબળું પાડવાના આરોપ લગાવ્યા હતા.