રાજ્યમાં કોરોનાના કેસ પાંચ લાખને પાર, દર્દીઓનો સાજા થવાનો દર ઘટીને ૭૪.૯૩ ટકા થયો

 

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ૧૪,૩૪૦ પર પહોંચી ગઈ છે. મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે, રવિવારે એક જ દિવસમાં કુલ ૧૫૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, અમદાવાદ મહાનગર પાલિકામાં ૨૬ મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય ૧૫૮ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક ૬,૪૮૬ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોનાના કુલ કેસ પાંચ લાખને પાર થઈ ગયા છે.

સોમવારે મૃત્યુ થયેલા કુલ ૧૫૮ દર્દીઓમાં સુરત મનપામાં ૨૩, અમદાવાદ મનપામાં ૨૬, રાજકોટ મનપામાં ૧૦, વડોદરા મનપામાં ૧૦, મહેસાણા ૪, જામનગર મનપા ૭, સુરત ગ્રામ્ય ૨, બનાસકાઠા ૪, જામનગર ગ્રામ્યમાં ૭, દાહોદ ૧, કચ્છ ૯, પાટણ ૪, સુરેન્દ્રનગર ૫, ગાંધીનગર મનપા ૧, વડોદરા ગ્રામ્ય ૬, પંચમહાલ ૧, ભાવનગર ૨, સાબરકાંઠા ૫, અમરેલી ૨, મહિસાગર ૨, ગાંધીનગર ગ્રામ્ય ૧, ખેડા ૧, જૂનાગઢ મનપા ૩, ભરૂચ ૨, જૂનાગઢ ગ્રામ્ય ૨, વલસાડ ૨, આણંદ ૧, અરવલ્લી ૨, મોરબી ૩, અમદાવાદ ગ્રામ્ય ૧, છોટાઉદેપુર ૧, દેવભૂમિ દ્વારકા ૧, રાજકોટ ગ્રામ્ય ૪ મળી કુલ ૧૫૮ દર્દીઓના મૃત્યું થયા છે. બીજી તરફ સોમવારે ૭,૭૨૭ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૨,૪૨૬ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર ઘટીને ૭૪.૯૩ ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં ૫,૬૧૯, સુરત મનપામાં ૧૪૭૨ વડોદરા મનપામાં ૫૨૮, રાજકોટ મનપામાં ૫૪૬, ભાવનગર મનપામાં ૩૬૧, ગાંધીનગર મનપામાં ૧૮૮, જામનગર મનપામાં ૩૮૩ અને જૂનાગઢ મનપામાં ૧૩૭ કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં ૪૦૪, મહેસાણામાં ૫૩૧, બનાસકાંઠામાં ૨૯૭, જામનગર ગ્રામ્ય ૨૮૫, દાહોદ ૨૫૦, કચ્છ ૨૩૨, પાટણ ૨૩૦, સુરેન્દ્રનગર ૧૯૯, વડોદરા ગ્રામ્ય ૧૭૮, પંચમહાલ ૧૭૬, ભાવનગર ગ્રામ્ય ૧૭૫, સાબરકાંઠા ૧૬૧, અમરેલી ૧૫૮, મહિસાગર ૧૫૭, તાપી ૧૫૬, ગાંધીનગર ગ્રામ્ય ૧૫૫, ખેડા ૧૪૯, ભરૂચ ૧૩૫, નવસારી ૧૨૫, જૂનાગઢ ૧૨૨, ગીર સોમનાથ ૧૨૧, વલસાડ ૧૧૮ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧,૨૧,૪૬૧ વેન્ટિલેટર ઉપર ૪૨૧ અને ૧,૨૧,૦૪૯ દર્દીઓ સ્ટેબલ છે.

વધુ ૧,૫૯,૦૯૩ વ્યક્તિઓને રસી આપવામાં આવી. અત્યાર સુધીમાં- કુલ ૯૪,૩૫,૪૨૪ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૨૦,૧૯,૨૦૫ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ ૧,૧૪,૫૪,૬૨૯ રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી