રાજ્યભર માટે જૂન મહિનો જીવલેણ સાબિત થઇ શકે છે 

 

ગાંધીનગરઃ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસનો પ્રકોપ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ૧-જૂનથી લાગુ કરવામાં આવેલા અનલોક-૧ છતાં કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે. ગુજરાત માટે જૂન મહિનો જીવલેણ બની રહ્યો હોય તેમ શરૂઆતના ૧૬ દિવસમાં જ ૫૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ગુજરાતમાં છેલ્લા ૭ દિવસથી દરરોજ સરેરાશ ૫૦૦થી વધુ નવા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાંથી ૩૨ ટકા કેસ માત્ર જૂન મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોના સંક્રમિતોની સંખ્યા ૫૦૦ને પાર પહોંચી ગઈ છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા ૧૬ દિવસમાં કોરોનાના ૭૮૩૪ પોઝિટિવ કેસો નોંધાયા છે.