રાજ્યના 33 જિલ્લાના 33 પ્રકૃતિ ઋષિઓને પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ અર્પણ

મહેસાણાઃ આ પ્રેરક કાર્યક્રમ રાજ્યની ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા મહેસાણા જિલ્લાના વિસનગરના તિરુપતિ ઋષિવનમાં યોજાયો. જેમા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી મહામહિમ આનંદીબહેન પટેલના હસ્તે રાજ્યના 33 વ્યક્તિઓને પ્રાકૃતિક સંરક્ષક એવોર્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ, સુરતના લાલજીભાઈ બાદશાહ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ રાજગોર અને સર્વ સભ્યો, જીતુભાઈ તિરુપતિ તથા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશિષ્ટ સન્માનમાં આકર્ષક સ્મૃતિ ભેટ, સન્માનપત્ર અને રૂપિયા 11,111ની ધન રાશિ સામેલ છે. શાળાના પર્યાવરણ મિત્ર એવા હિતેશકુમાર બ્રહ્મભટ્ટની પ્રકૃતિ જતન-સંવર્ધનની 30 વર્ષની સમાજ ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનુ નિષ્પક્ષ અને તટસ્થ મૂલ્યાંકન કરીને ખેડાના પ્રકૃતિ રુષિ તરીકે સન્માનિત કરાયા હતા. શાળા પર્યાવરણના અનેકવિધ નવતર પ્રયોગો માટે રાજ્યભરમાં જાણીતી છે. હિતેશકુમાર બ્રહ્મભટ્ટે હાલ સુધીમાં અસંખ્ય છોડ રોપણ કરી, કરાવી તેને ઉછેર્યા છે. તેમનો પર્યાવરણ જાગૃતિનો વૃક્ષ વિધાતા જીવનદાતા નામનો પૂતળીખેલ રાજ્યભરમાં હરિયાળા વિચાર ફેલાવી રહ્યો છે. 7575 બીજ બોલનો સફળ પ્રયોગ, વિવિધ જગ્યાએ 151 પીપળાના છોડ રોપણનો પ્રયોગ, 175 ચોરસ ફૂટનું પર્યાવરણ જાગૃતિનુ વોલ પેઇન્ટિંગ, પર્યાવરણ જાગૃતિનું 3D પેઇન્ટિંગ, ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ વર્કશોપ, હર્બલ કલર વર્કશોપ, 2500 પતંગો ઉપર પર્યાવરણ જાગૃતિનો સંદેશ લખી વિદ્યાર્થીઓને અર્પણ, આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ગુણકારી તુલસીના 75 ઔષધ ઉપચાર લખી તેની પુસ્તિકા તૈયાર કરી 1500 પરિવારમાં અર્પણ કરી. એટલા જ 1500 તુલસી છોડ અર્પણ, શાળાનો ઔષધ બાગ અને તુલસી વન, વિદ્યાર્થીઓને શિયાળાની ઋતુમાં જીવનામૃત, પંચામૃત રસ, બ્રાહ્મી રસ, સરગવા રસ, તુલસી રસ છેલ્લા દસ વર્ષથી વિદ્યાર્થીઓને પીવડાવી રહ્યા છે.
તેમના દીકરાનાં લગ્નમા પણ પ્રકૃતિ જતનનો પ્રેરક સંદેશ આપ્યો તો સાથે મહેમાનોને તુલસી છોડ અને પુસ્તિકા પણ ભેટ આપી હતી. તેમના પર્યાવરણ સંબંધિત અનેક નવતર પ્રયોગો રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે તાલુકા, જિલ્લા અને રાજ્યની પર્યાવરણ તથા ઇકો ક્લબની તાલીમમાં તજજ્ઞ તરીકે સફળ કામગીરી કરેલ છે. પ્રકૃતિ જતન અંગેના અંગેના અનેક બાળગીતો અને લેખો જીવન શિક્ષણ, બાળ સૃષ્ટિ, બાલ સંદેશ અને બાલ ભાસ્કરમાં સ્થાન પામ્યા છે. તેઓએ પાણી બચાવો અંગેની 1,00,000 પત્રિકાઓ વિવિધ સ્થળોએ વિતરીત કરી છે. 1000 જેટલા સ્ટીકરો દ્વારા જળ જતનની જાગૃતિનો પ્રયાસ કર્યો છે. વૃક્ષોને રાખડી બંધાવી, ગામના વિવિધ જળ સ્ત્રોતોને રાખડી બંધાવી પરિવારના સભ્ય સમા ગણી તેમનું રક્ષણ કરવાનું પ્રેરક સંદેશ આપેલ છે. બાળકોને પર્યાવરણીય સમસ્યાઓ પ્રત્યે સભાન કરી પર્યાવરણ રક્ષણ જતન અને સંવર્ધન કરવા પ્રત્યે અનેકવિધ યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે.
આ એવોર્ડની ધનરાશિ રૂ. 11,111 બાળવિકાસ અર્થે વાલ્લા શાળાને અર્પણ કરી આ એવોર્ડનું મૂલ્ય અનેકગણું વધાર્યું છ