રાજ્યના પાંચ મોટા શહેરોમાં ૭૦ માળની બિલ્ડીંગો બનશેઃ મુખ્ય મંત્રી વિજય રૂપાણી

 

ગાંધીનગરઃ રાજ્યનાં વિકાસને જેવી રીતે વેગ મળ્યો છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ યોગદાન મહત્ત્વનું છે અગાઉ જ તેમણે મુખ્યમંત્રી પદે રહીને ૪ વર્ષ સંપૂર્ણ કર્યા છે અને સાથે તેઓએ રાજ્યનાં વિકાસ કામો માટે ૧૦૬૫ કરોડની સહાય વિતરણ કર્યુ હતું. હવે રાજ્ય સરકાર શહેરનાં પાંચ શહેરોને વિશ્વસ્તરે જોઈ રહ્યા છે અને સિંગાપોર અને દુબઈની ગગનચૂંબી ઈમારતો અને તેવા પ્રકારનાં સ્ટ્રકચર્સના બાંધકામ માટે પરવાનગી આપશે. અગાઉ જ રાજ્ય સરકારે નાના-મોટા શહેરોને સહાય પૂરી પાડી હતી. જેમાં અમદાવાદને ૩૨૫ કરોડ, સુરતને ૨૬૫ કરોડ, વડોદરાને ૯૯ કરોડ, રાજકોટને ૭૮ કરોડ, ભાવનગરને ૩૬ કરોડ અને ગાંધીનગરને ૧૮ કરોડની સહાય કરી હતી.

રાજ્ય સરકારનાં આવા નિર્ણયોથી જમીનોનાં ભાવમાં ઘટાડો થશે. રાજ્યમાં સિંગાપોર અને દુબઈમાં જેવી રીતે વિશાળકાય બિલ્ડિંગો, જૂદા-જૂદા આકર્ષક સ્ટ્રકચર્સ તૈયાર કરવા માટે રાજ્ય સરકારે મન બનાવ્યું છે અને તે સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને પાટનગર ગાંધીનગરમાં ગગનચૂંબી બિલ્ડીંગો બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં સિંગાપોર અને દુબઈ જેવા ૬૦-૭૦ માળની વિશાળકાય ઈમારતો તૈયાર થશે ત્યારે દેશમાં પણ તેની ચર્ચા થશે. હાલ રાજ્યમાં ૨૦ થી ૨૫ માળ સુધીનાં બિલ્ડિંગો છે. રાજ્યનાં પાંચ શહેરોને સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો અને આઈકોનિક સ્ટ્રકચર્સનાં બાંધકામને વહેલીતકે પરવાનગી મળશે.

રાજ્યમાં પણ હવે ૭૦ માળ જેટલા ગગનચૂંબી ઈમારતો જોવા મળશે, પરંતુ તેના માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમની રચના કરવામાં આવશે જે બિલ્ડીંગ્સની ચકાસણી કરશે. જે મંડળ દ્વારા બિલ્ડીંગ બનાવવા માટે ભલામણ કરશે તે માટે આ ટીમ ચકાસણી કરીને મંજૂરી આપશે. સામાન્ય રીતે ટૂંકમાં કહીએ તો તૈયાર થનાર તમામ ગગનચૂંબી ઈમારતો અત્યાધુનિક હશે તથા તમામ સુવિધાઓ સાથે હશે અને સાથે રોજગારીની તકોમાં પણ એટલો જ વધારો થશે. 

આ માટે રાજ્ય સરકારે કેટલાંક નિયમો મંજૂર કર્યા છે અને જોગવાઈઓ રખાઈ છે જેમાં ૧૦૦ મીટરથી વધુ ઈમારત ઊંચી હશે તો, બિલ્ડીંગની લઘુત્તમ પહોળાઈ અને ઉંચાઈ ૧ઃ૯ તથા ઝ઼૧ કેટેગરીમાં પાંચ મહાનગરોમાં લાગુ થશે. જોઈ ઈમારની ઊંચાઈ ૧૦૦થી ૧૫૦ મીટર હશે તો પ્લોટની સાઈઝ ૨૫૦૦ ચોરસ મીટર હશે અને જો ૧૫૦ મીટરથી વધુ હશે તો પ્લોટની સાઈઝ ૩૫૦૦ ચોરસ મીટર રહેશે. આ માટે વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરાશે.