રાજીવ ગાંધી હત્યાકાંડના   અપરાધીઓને છોડી મૂકવાના તામિલનાડૂ સરકારના પ્રસ્તાવને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ

0
782

સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યાકાંડના સાતે સાત અપરાધીઓને જેલમાંથી મુકત કરી દેવાના તામિલનાડૂ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. ઉપરોક્ત પ્રસ્તાવ બાબત નકતેચીની કરતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ રાજીવ ગાંધી હત્યાકાંડના અપરાધીઓને છોડી મૂકવાના તામિલનાડૂ સરકારના પ્રસ્તાવનું સમર્થન કરતી નથી, કારણ કે આ ગુનેગારોને સજામાંથી માફ કરવાથી ખતરનાક પરંપરાનો આરંભ થશે. જેનું પરિણામ આંતરરાષ્ટ્રીય અસર કરનારું બનશે. જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ નવીન સિન્હા અને જસ્ટિસ કે એમ જોસેફની ત્રણ સભ્યોની બનેલી ખંડપીઠ દ્વારા આ મામલાની સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી.