રાજસ્થાનમાં શાકભાજી, કરિયાણું, દૂધ અને દવા વેચનારાઓને સૌપ્રથમ કોરોનાની વેકસીન લગાવવામાં આવશે…

 

     રાજસ્થાનમાં સરકારે નવી જાહેરાત કરી છે કે જે લોકો જીન જરૂરિયાતની ચીજ- વસ્તુઓ વેચનારા અર્થાત્ દૂધ, કરિયાણુ, શાકભાજી અને દવાઓ વેચનારા દુકાનદારોને વારંવાર અનેક લોકોના સંપર્કમાં આવવું પડતું હોય છે. આથી તેમની સંક્રમણથી રક્ષા થાય એ જરૂરી છે. રાજ્યમાં ઝડપથી કોરોનો ચેપ વધી રહ્યો છે. રાજ્ય સરકારે આગામી 3મે સુધી લોકડાઉન જાહેર પણ કરી દીધું છે. આથી સરકારે સૌ પ્રથમ ઉપરોકત લોકોને વેકસીન આપવાનો નિર્ણય લીધો છે. જેમની ઉંમર 45 વરસથી ઉપર છે અને જેઓ દૂધ, શાકભાજી, કરિયાણું તેમજ દવાઓ વેચવાનું કાર્ય કરે છે તેમને અગ્રેસર ગણવામાં આવ્યા છે