રાજસ્થાનમાં મ્યુકોરમાયકોસિસને મહામારી જાહેર કરી

 

જયપુરઃ રાજસ્થાનમાં બ્લેક ફંગસને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે અને તે ઘણા રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેથી તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મ્યુકોરમાયકોસિસ અથવા કાળી ફૂગ એ દુર્લભ ફંગલ ચેપ છે. પરંતુ આ એક ગંભીર ચેપ છે, જે મોલ્ડ અથવા ફૂગના જૂથ દ્વારા થાય છે. આ મોલ્ડ આખા પર્યાવરણમાં ટકી રહે છે. અને તે સાઇનસ અથવા ફેફસાંને અસર કરે છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનસિંહે ટ્વિટ કર્યું છે કે આંખોમાં લાલાશ અથવા દુખાવો, તાવ, ઉધરસ, માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, સ્પષ્ટ દેખાતું નથી, ઉલટી થવી, લોહી આવવું અથવા માનસિક સ્થિતિમાં પરિવર્તન કાળી ફૂગના લક્ષણો છે