રાજસ્થાનમાં મોદીનો ચૂંટણી – પ્રવાસઃ રાહુલ ગાંધી પર મોદીના ધારદાર શાબ્દિક પ્રહારો

0
864
REUTERS
REUTERS

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતાની તરફેણમાં જનમત કેળવવા, લોકોના મત પોતાને વધુમાં વધુ મળે તે રીતે પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કરવામાં મોદી મોખરે રહયા છે. સૌપ્રથમ ભીલવાડામાં અને ત્યારપછી બાંસવાડામાં ચૂંટણી-સભાને નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. પોતાના વકતવ્યમાં વડાપ્રધાને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહયું હતું કે, એનસીસી શું હોય છે,ઘોષણાપત્ર શું હોય છે તે બાબત રાહુલ ગાંધીને કશી ખબર નથી.કૈલાસ- માનસરોવર અંગે પણ તેમને કશી ખબર હશે કે નહિ એ ચર્ચાનો વિષય છે. કોંગ્રેસની પ્રતિષ્ઠા ખરડાઈ છે , કોંગ્રસની છાપ વધુ બગડી છે. હવે કોંગ્રેસે લોકોમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.