રાજસ્થાનમાં ભાજપના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર યુનૂસ ખાન

0
725

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પાંચમી અને આખરી યાદી ભારતીય જનતા પાર્ટીએ પ્રકાશિત કરી હતી. જેમાં રાજસ્થાનની ટોન્ક બેઠક પર અગાઉ વર્તમાન વિધાયક અજિત સિંહનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. એ નામ રદ કરીને હવે પીડબલ્યુડી ખાતાના  પ્રધાન યૂનૂસ ખાનનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું. ભાજપે રજૂ કરેલી પોતાના તમામ ઉમેદવારોની યાદીમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોમાં માત્ર એક જ મુસ્લિમ ઉમેદવાર છે. જયારે કોંગ્રેસ પક્ષે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 15 મુસ્લિમ ઉમેદવારોને ટિ્કિટ આપી હોવાનું જાણવા મળ્યું હતું.