રાજસ્થાનના મુખ્યપ્રધાનપદે અશોક ગેહલોટની વરણી , ઉપમુખ્યપ્રધાન  ( ડેપ્યુટી ચીફ મિનિસ્ટર) બનશે સચિન પાયલોટ

0
702

 

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી લીધી ત્યારબાદ કોંગ્રેસમાં સત્તા મેળવવાની દાવેદારી થઈ રહી હતી. અશોક ગેહલોટ અને સચિન પાયલોટ- બન્નેના સમર્થકો પોતપોતાના ઉમેદવારને મુખ્યપ્રધાનપદ મળે એમાટે મરણિયા પ્રયાસ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી અસમંજસમાં હતા. તેઓ નિર્ણય લઈ શકવાને સમર્થ પણ નહોતા. આખરે મુખ્યપ્રધાનપદના બન્ને ઉમેદવારોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. સવારથી મોડી રાત સુધી ચર્ચાઓ અને બેઠકોનો દેર ચાલ્યો હતો. કોઈ પોતાનો દાવો જતો કરવા તૈયારી બતાવતું નહોતું. છેવટે વચગાળાનો માર્ગ કાઢવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, અશોક ગેહલોટ મુખ્યપ્રધાનપદે અને સચિન પાયલોટ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે કામગીરી બજાવશે.