રાજયસભામાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેની વરણી 

 

         ગુલામ નબી આઝાદ રાજ્યસભાના સભ્યપદેથી તાજેતરમાં નિવૃત્ત થયાં હતા. તેઓ રાજ્યસભામાં કોંગ્રસના – વિપક્ષના નેતા તરીકે કામગીરી બજવાતા હતા. કોંગ્રેસના પીઠ અને વિશ્વસનીય નેતાઓમાં ગુલામ નબી આઝાદની ગણના કરવામાં આવે છે. તેઓ લોકસભામાં પણ કોંગ્રસના અગ્રણી તરીકે તેમણે નોંઘપાત્ર કાર્ય કર્યું હતું.હવે મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કાર્ય કરશે. તેમણે મનમોહન સિંહ સરકારમાં પ્રધાનપદ પણ સંભાળ્યું હતું. તેઓ મૂળ તો કર્ણાટકના રહેવાસી છે. તેમની ઓળખ એક લડાયક  દલિત નેતા તરીકેની છે. 2014થી 2019 સુધી  તેો લોકસભામાં કોંગ્રસના નેતા તરીકે ફરજ બજાવતા હતા. જોકે 2019માં તેઓ લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયા હતા, આથી કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. સરકારને વારંવાર ધારદાર પ્રશ્નો પૂછીને તેઓ લોકસભાને ગાજતી રાખતા હતા. શાસક પક્ષ ભાજપના સભ્યો કે પ્રધાનોના નિવેદને પર ટીકા- ટિપ્પણી કરવાની તેમને આદત છે.