રાજપીપળામાં સુમતિનાથ જિનાલયનો પાટોત્સવ ઉજવાયો

રાજપીપળાઃ રાજપીપળા શહેરમાં જૈન સમાજ દ્વારા સુમતિનાથ જિનાલયનો 11મો પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં સાધ્વીજી મહારાજ સાહેબે મયુરકલાશ્રીજી આદિ ઠાણાની નિશ્રા પ્રાપ્ત થઇ હતી. જ્યારે વડોદરાના સંગીતકાર અમિતભાઈએ સત્તરભેદી પૂજા ભણાવીને ભક્તજનોને ડોલતાં કરી દીધા હતા. દાદાની ધ્વજારોહણનો લાભ પારસમલજી ભોમરાજ જૈન પરિવારજનોએ લીધો હતો. આ પ્રસંગે ગભારામાં બિરાજમાન શ્રી ઉવસગ્ગરહ પાર્શ્વનાથ દાદાની ચાંદીથી મઢેલી આંગી તથા મુગટના ચડાવાનો લાભ અમદાવાદ નિવાસી ભરતભાઈ ગાલાએ લીધો હતો. જ્યારે મૂળનાયક સુમતિનાથના શિરછત્ર ચડાવવાનો લાભ વડોદરા નિવાસી વૈશાલીબહેન મિલનકુમાર શાહે લીધો હતો. તેમજ ગભારામાં બિરાજમાન આદિશ્વરદાદા તથા વાસુપૂજ્ય સ્વામી બંને ભગવાનના શિરછત્ર તથા ગળાના હારનાં ચડાવાનો લાભ સ્વ. પદ્માબહેન ચુનીલાલ શાહ હસ્તે મીનાબહેન અજયકુમાર શાહે લીધો હતો.