રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની પ્રથમ કેથ લેબનું લોકાર્પણ

રાજકોટઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેરને લોક ઉપયોગી સેવાઓની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલમાં રૂ. 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક કેથ લેબનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે 25 ઈલેકટ્રીક બસનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ કેથલેબ સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ કેથલેબ છે. હવે સૌરાષ્ટ્ર કચ્છના હદયરોગના દર્દીઓને રાહતદરે સારવાર પ્રાપ્ત થશે.
સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય બિલ્ડીંગમાં પાંચમા માળે સુપર સ્પેશ્યાલિટી હ્રદય રોગ વિભાગમાં અતિઆધુનિક કેથ લેબ તેમજ 2D ઇકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરુ થયેલી નવી લેબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના હ્યદયના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.
આ કેથ લેબમાં હ્રદયરોગના જટિલ ઓપરેશન જેવા કે એન્જીયોગ્રાફી, કોમ્પ્લેક્ષ એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર તેમજ હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન આયુષ્માન કાર્ડ અંતર્ગત કરવામાં આવશે. આ અત્યાધુનિક લેબ અને કાર્ડિયોલોજી વિભાગમાં ડિજીટલ મેમોગ્રાફી સિસ્ટમ, કમ્પ્યુટરાઈઝ્ડ રેડિયોગ્રાફી યુનિટ ટીએમટી મશીન, કાર્ડિયોવાસ્ક્યુલર ઇલેક્ટ્રોફોરેસીસ અને રેડીયોફ્રિકવન્સી એબલેશન સિસ્ટમ, 12 ચેનલ ઈસીજી મશીન, OCT – FR ઇન્ટિગ્રેટેડ સીસ્ટમ, હાઇ એન્ડ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ (4b Echo), પોર્ટેબલ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, ઇકોકાર્ડિયોગ્રાફી સીસ્ટમ વીથ એડવાન્સ 2D ફેસીલીટી સિંગલ પ્લેન કાર્ડિયોવાસ્ક્યુલર કેથેરીસેશન વીથ ડિજીટલ સબટ્રેકશન એનજીઓગ્રાફી લેબ, 3D મેપિંગ, પોર્ટેબલ કલર ડોપલર, 800 mA ડિજીટલ એક્સ-રે યુનિટ વીથ સિંગલ ડિટેક્ટર (ફ્લોર માઉનટેડ), કલર ડોપલર સીસ્ટમ 40, ફ્લેક્સિબલ સીસ્ટો નેફરોસ્કોપ, જનરલ સર્જરી ઇન્સ્ટ્રુમેન્ટ સેટ, મોબાઈલ સી-આર્મ ઇમેજ ઇન્ડેનસિફિયર, ઇન્ટ્રાઓપરેટીવ ન્યૂરોફિઝીયોલોજિકલ મોનિટરિંગ સીસ્ટમ, ટપ સિસ્ટોસ્કોપર, ઓપ્ટિકલ યુરેથ્રોટોમ, ન્યુરોસર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, હાઇ સ્પીડ ઇલેક્ટ્રિકલ ડ્રીલ સીસ્ટમ જેવા અત્યાધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે.