રાજકોટ સહિત ગુજરાતની  છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનાે વિજય 

 

  આજે 23મી ફેબ્રુઆરીએ ગુજરાતના છ મહાનગરોની મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂકયા છે. આ છ મહાનગરો રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર અને વડોદરામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રઓએ જણાવ્યું હતું. રાજયના છ મહાનગરોની નગરપાલિકાની આ ચૂંટણીમાં કોંગ્રેસને કારમો પરાજય સહન કરવો પડ્યો છે. દેશના બીજા રાજ્યોમાં ભાજપ વિરોધી સૂર ભલે સંભળાતો હોય, પણ ગુજરાતમાં તો ભાજપનો ગઢ અડીખમ રહ્યો છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં અસદુદી્ન ઓવૈસીની  aimim પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીની પાર્ટી પહેલી જ વાર ગુજરાતમાં ચૂંટણી લડી રહી હતી. અમદાવાદમાં ખોખરા, નવરંગપુરા, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલનો વિજય થયો છે.