રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે. ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ

 

રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે. ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ તેમણે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડ તથા અન્ય સુવિધાનુ નિરીક્ષણ કર્યુ હતું. સાથે હોસ્પિટલની અન્ય સુવિધા વિશે પણ માહિતી મેળવી, હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી હતી

રાજકોટ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનો બાળપ્રેમ ફરી એકવાર જોવા મળ્યો હતો. તેમણે હોસ્પિટલ પહોંચીને એક બાળકનો કાન આમળીને હળવી મસ્તી કરી હતી. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.  

200 બેડની ચેરિટી હોસ્પિટલ 40 કરોડના ખર્ચે બની છે, ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાઈ છે. કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે થશે સારવાર. ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ કાર્યરત રહેશે. સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન કાર્યરત રહેશે. નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી થઈ શકશે. રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી કાર્યરત રહેશે. જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું 150 ચાર્જ વસુલાશે. 150ના ચાર્જમાં દર્દીને ત્રણ ટાઇમ ભોજન પણ અપાશે. બ્ભ્ઝ઼, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ત્ઘ્ઘ્શ્ ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, ફ્ત્ઘ્શ્, ભ્ત્ઘ્શ્, કેથલેબ હશે. માઅમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને મળશે વિનામૂલ્યે સારવાર

રાજકોટના જસદણના આટકોટમાં કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યુ હતું. 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલ વિશે તેના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ કહી શકાય. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ નહિ અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે ફ્ત્ઘ્શ્ની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટર છે. હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે હોસ્પિટલ ચલાવવા પાછળ એક કરોડનો ખર્ચ થશે. હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે.