રાજકોટમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 98મી જયંતી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દિ મહોત્સવનો આજથી દબદબાભેર આરંભ

0
1307

 

આજે  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતી તેમજ  સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દિ મહોત્સવનો આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂજયમહંત સ્વામીના શુભ હસ્તે શુભારંભ કરાયો હતો. મહોત્સવના આરંભ પ્રસંગે દેશ- વિદેશમાંથી હજારો હરિભક્તો અને સંતો પણ ઉપસ્થિત રહયા હતા. રાજકોટમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વિરાટ સ્વામિનારાયણ નગરમાં દિવ્ય વાતાવરણનો અનુભવ સહુને થયો હતો. એકઠા થયેલા માનવમહેરામણના જયજયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. આ મહોત્સવમાં હજારો સ્વંયસેવકો હાજર રહીને નાની મોટી કામગીરી સંભાળી રહયા હતા.