રાજકોટનાં મુકેશભાઇ આસોડિયાની અનોખી સિદ્ધિ અદ્ભુત મિનિયેચર બનાવ્યા 

 

રાજકોટઃ આપણે રોજીંદા જીવનમાં વિવિધ મોટા મશીનો જોયા હોય છે પણ તેના ટચુકડા મોડલ્સ વક`ગ હાલતમાં જોવા મળે ત્યારે અચરજ જોવા મળે છે. આવી જ વાત રાજકોટના કલાકાર મુકેશભાઈ આસોડીયાઍ દિવસ-રાતની મહેનત બાદ ૬૦ મોડેલ્સ નિર્માણ કરેલ છે. આ મોડેલ્સનું પ્રદર્શન શહેરના વિજ્ઞાન કેન્દ્રમાં કરવામાં આવેલ છે. પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહ, વિજ્ઞાન કેન્દ્રના આર. જે. ભાયાણી, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, જીનીયસ સ્કુલના ડી. વી. મહેતા, અલ્પનાબહેન ત્રિવેદી, અનામિક શાહ તથા કિશોરભાઇ હેમાણી સહીતના મહાનુભાવો હાજર રહ્ના હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનમાં પસંદ થયેલ નિત્ય હપાણી અને માર્ગી ડોબરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ટચુકડા મોડેલ્સ પ્રદર્શનમાં રેલવે સ્ટેશન, બુલેટ, ઍન્જીન, પ્રોજેકટ, લેથ મશીન, રેંકડી, વિવિધ ઘરો, કાર સહીતના વિવિધ ઉપકરણો મશીનો અને યંત્રોના મોડેલ્સ મુકયા છે. વિજ્ઞાન કેન્દ્રના સંચાલક ડો. આર. જે. ભાયાણીઍ જણાવ્યું હતું કે પ્રદર્શન દરમિયાન શાળા-કોલેજમાં પ્રદર્શન, આકાશ દર્શન જેવા સપ્તાહ ભરના કાર્યક્રમો યોજાશે.