રાજકુમાર હીરાનીની ફિલ્મ સંજૂમાં  પુત્ર રણવીર કપુરે કરેલા અસરકારક- લાજવાબ અભિનયથી રાજી રાજી થઈ ગયેલા રિશિ કપુર..  

0
831

ભાતીગળ જીવન  અને વિવાદાસ્પદ ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે  બોલીવુડમાં જાણીતા બનેલા સંજય દત્તની બાયોપિકમાં રણવીર કપૂરે કરેલા અભિનયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. સંજયદત્તના કિરદારને રણવીરે હૂબહૂ પરદા પર પેશ કર્યો છે. રણવીર કપુર પ્રતિભાસંપન્ન કલાકાર છે. ફિલ્મ બરફી અને રોકસ્ટારમાં રણવીરે ભજવેલી ભૂમિકાને પ્રેક્ષકોએ બહુ જ વખાણી હતી. સંજૂ ફિલ્મે  રજૂઆતના ત્રણ દિવસોમાં જ ટિકિ્ટબારી પર રૂા. 117 કરોડની કમાણી કરીલીધી છે. આ ફિલ્મને પ્રેક્ષકોએ આવકારી છે. વિવેચકોએ રણવીર કપુરના અભિનયની પ્રશંસા કરી છે. પુત્રના અભિનયથી ખુશખુશ થયેલા રિશિ કપુરે ટવીટ કરીને પુત્રને અભિનંદન આપતાં કહ્યું છે કે, અમને તારા માતા- પિતા હોવાનું ગૌરવ છે. સંજૂમાં તારો અભિનય જોઈને મને ખૂબ ખુશી થઈ છે. ..તેમણે ટવીટ્માં લખ્યું છે- હાલ હું આકાશમાં ઊડી રહ્યો છું. હું મોરેશિયસથી દુબઈ જઈ રહ્યો છું. મારું વિમાન 40 હજાર ફૂટની ઊંચાઈ પર ઊડી રહ્યું છે. ભગવાનના આશીર્વાદ તને હંમેશા મળ્યા કરે અને તું હંમેશા સારો અભિનય કરતો રહે એવી શુભકામના…