રાજકુમાર રાવ એની ગર્લફ્રેન્ડ – પ્રેમિકા  અભિનેત્રી પત્રલેખાની મુકતકંઠે પ્રશંસા કરે છે…

0
926

નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવ આજકાલ ખૂબ વ્યસ્ત છે. તેના મિલનસાર અને સહયોગી સ્વભાવને કારણે તેમજ તેની અભિનય પ્રતિભાને કારણે તેને વિવિધ પ્રકારની ભૂમિકાવાળી ફિલ્મો મળતી રહે છે.હાલમાં રાજકુમારે તેની નિકટની મિત્ર પત્રલેખાના મોંફોટ વખાણ કર્યા હતા.તેણે જણાવ્યું હતું કે, તેને સિટીલાઈટ ફિલ્મની  તેની સાથી હીરોઈન પર ગર્વ છે. રાજકુમાર રાવે તેની જૂનમાં રજૂ થઈ રહેલી ફિલ્મ મેન્ટલ હૈ કયાની સાથે સાથે પત્રલેખાની આગામી ફિલ્મ બદનામ ગલીનું પોસ્ટર પણ શેયર કર્યું હતું. ફિલ્મ બદનામ ગલીમાં પત્રલેખાની સાથે અભિનેતા દિવ્યેન્દુ શર્મા ભૂમિકા ભજવી રહ્યા છે.

અભિનેત્રી પત્રલેખા છેલ્લા 4 વરસથી બોલીવુડમાં સંઘર્ષ કરી રહી છે. હજી તેને  ખાસ ફિલ્મો મળતી નથી. ગળાકાપ સ્પર્ધા અને બાંધછોડની ગ્લેમરસ દુનિયામાં પોતાના અધિકાર અને વિચારને વળગીને કામ મેળવવું હજી સરળ નથી. એનાે અનુભવ પત્રલેખા કરી રહી છે. સારી પટકથા અને સારી ભૂમિકા ધરાવતી ફિલ્મની એને તલાશ છે