રાજકીય સન્માન સાથે હજારો લોકો , વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને દેશ- વિદેશના નેતાઓની ઉપસ્થિતિમાં અટલજીના અતિમ સંસ્કાર ,, વૈદિક મંત્રોચ્ચાર સાથે દત્તક  પુત્રી નમિતાએ મુખાગ્નિ આપ્યો–

0
767

નવી દિલ્હીમાં સ્મૃતિ- સ્થળ પર અટલ બિહારી વાજપેયીના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ તમામ રાજકીય પક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. વાજપેયીજીને અંજલિ આપવા માટે હાજર રહેનારી વ્યક્તિઓમાં લશ્કરની ત્રણે પાંખોના વડાઓ – ભૂમિદળના વડા બિપીન રાવત, નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા અને એરચીફ માર્શલ વિરેન્દ્રસિંહ ધનુઆનો સમાવેશ થતો હતો, જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ  પણ અંતિમ સંસ્કાર વિધિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા ખાસ ગુજરાતથી દિલ્હીની યાત્રાએ આવ્યા હતા.

 છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ રહેતા અટલજીને યુરિન ઈન્ફેકશન્સ અને  કીડનીની સમસ્યાઓને કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી બીમાર રહેતા હતા. ભૂતાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન, ચીન, અમેરિકા, રશિયા સહિત અનેક દેશોના અગ્રણી રાજકીય નેતાઓએ અટલજીનું આદરપૂર્વક સ્મરઁણ કરીને તેમને અંજલિ આપી હતી.