રાજકારણમાં અપરાધીકરણ સામે  લાલ આંખ કરતી સુપ્રીમ કોર્ટ

 

                         રાજકારણના ક્ષેત્રમાં વધી રહેલા અપરાધીકરણ  વધી રહ્યું છે. દરેક રાજકીય પક્ષના ચૂંટણીના ઉમેદવારોની નામાવિલ જોઈે તો એમાંના મોટાભાગના લોકો અપરાધના કેસોમાં સંડોવાયેલા હોય છે. સુપ્રીમ કોર્ટ રાજકારણમાં વ્યાપી રહેલા આ અપરાધીકરણને અટકાવવા કશું નક્કર કરી શકે કે કેમ એ એની દ્વિધા છે. સરકારે સ્વયં ઊંઘમાંથી જાગીને કાયદાઓમાં સુધારા કરીને આ અપરાધીકરણને નાથવા પહેલ કરવી પડશે એવું સર્વોચ્ચ અદાલત માની રહી છે. સરકારે કાયદાઓ સુધારવા પડશે. મોટી સર્જરી કરીને આ અપરાધીકરણના કેન્સરને જડમૂળથી કાપી નાખવું પડશે. બિહારની  વિધાનસભાની ચૂંટણી સાથે નિસ્બત ધરાવતી પિટિશનની સુનાવણી કરતાં જસ્ટિસ આર એફ નરીમાન અને બી આર. ગવઈની બેન્ચે આ ટિપ્પણીઓ અપરાધથી  કલંકિત ઉમેદવારોને પ્રચાર નહી કરવાના આરોપમાં રાજકીય પક્ષોને અપમાનનાના દોષિત ઠેરવવાનો ચુકાદો આપતા સમયે કરી હતી. ઉપરોક્ત બેન્ચે જણાવ્યું હતું કે, આ બાબતે તાત્કાલિક ઘોરણે કંઈક તો થવું જ જોઈએ, અમારી એવી પ્રબળ ઈચ્છા  હોવા છતાં અમારા હાથ બંધારણને કારણે બંધાયેલા છે. અમે વિધાયિકા માટેના સુરક્ષિત ક્ષેત્રમાં પ્રેવેશી નથી શકતા. અમે કાયદાના ઘડવૈયાઓના અંતરાત્માને ફકત અપીલ કરી શકીએ છીએ . અમે આશા રાખીએ છીએ કે આ લોકો જેમ બને એમ જલ્દી નિદ્રામાંથી જાગે. રાજકારણમાંથી અપરાધીકરણની બુરાઈને નષ્ટ કરવાના ઉપાયો કરે. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, હવે તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની ઘોષણા કર્યાના 48 કલાકની સમયમર્યાદામાં તેમની સામેના અપરાધીકરણના કેસની સંપૂર્ણ જાણકારી જાહેર કરવી પડશે. હાઈકોર્ટની પરવાનગી વગર સાંસદો અને વિધાનસભ્યો વિરુધ્ધ અપરાધના કેસ પાછા નહિ ખેંચી શકાય.