રસ્તા પર, ગલીમાં, ફૂટપાથ પર પાન, નાસ્તો, ચાટ, સમોસા , ચા- કોફી ફળ કે શાકભાજી વેચનારા કરોડપતિ બની ગયા છે…

 

 ગલી – મહોલ્લો કે ફૂટપાથ પર ખુમચો લઈને કે લારી કે રેંકડીમાં ચાટ, સમોસા વેચનારા લોકો હવે લાખોપતિ બની ગયા છે. કોઈની પાસે એક તો કોઈની પાસે બે-ત્રણ મોટર- કાર છે. કોઈ બંગલામાં તો કોઈ આલિશાન, સુવિધાથી સજ્જ ફલેટમાં પરિવાર સાથે સુખ- શાંતિથી રહે છે. આવા લોકો રોકડ આવક કરે છે. તેઓ નથી આવકવેરો ચુકવતા કે, નથી દેશને જીએસટી ચુકવતા. 

  દેખાવમાં ગરીબ કે કર્મશીલ પરિશ્રમી લાગતા આવા વર્ગ પર હવે સરકાર બારીક નજરથી જોઈ રહી છે. સરકાર આવા વેપારીઓ વિષે, તેમના ધંધા વિષે, તેમની આવક વિષે તમામ માહિતી – ડેટાએકત્ર કરી રહી છે. જીએસટી રજીસ્ટ્રેશન વગરના આ વેપારીઓે એક પૈસાનો ટેક્સ નથી ભર્યો, પણ 4 વરસમાં 375 કરોડ રૂપિયાની મિલકતો ખરીદી છે. આ વાત ઉત્તરપ્રદેશના જાણીતા શહેર કાનપુરની છે. આધુનિક ટેકનોલોજીની સહાયથી  હવે આવકવેરા વિભાગે આવા લોકોની ગુપ્ત આવકો પકડવાનું શરૂ કરી દીધું છે. હવે ભવિષ્યમાં આવા વેપારીઓ સરકારના સકંજામાં ભાગ્યે જ છટકી શકશે…