રશિયા પાસેથી ઓઈલ-ગેસની આયાત પર અમેરિકાનો પ્રતિબંધ 

 

અમેરિકા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને યુકેન પર હુમલાઓને લઈને રશિયાની અર્થવ્યસ્થા પર ગાળિયો કસતા રશિયા પાસેથી ઓઇલ અને ગેસની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુકેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકીએ અમેરિકા અને પશ્ચિમી દેશોને અનેક વખત રશિયાની આયાતમાં કાપ મૂકવાનો અનુરોધ કર્યો હતો. આ ક્રમમાં અમેરિકાએ આ પગલું ભર્યું છે. ગંભીર પ્રતિબંધો છતાંય ઊર્જા નિકાસે રશિયામાં સ્થિત રોકણ પ્રવાહને યથાવત રાખ્યો છે. બાઇડને આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે અમેરિકા હવે રશિયા પાસેથી ગેસ, ઓઇલ અને એનર્જી નહીં લે. તેમણે કહ્યું કે વિભિન્ન દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોથી રશિયાની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે. અમારા આ નિર્ણયથી રશિયાને વધારે નુકસાન થશે. સાથે જ બાઇડને કહ્યું કે અનેક દેશો હાલ આ નિર્ણય લઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે અમે આ પ્રતિબંધ સાથે એમ સમજીને આગળ વધી રહ્યાં છીએ કે અમારા અનેક યુરોપીયન સહયોગીઓ અને ભાગીદારો અમારી સાથે જોડાવાની સ્થિતિમાં નહીં હોય. અમે ઇતિહાસના સૌથી આકરા પ્રતિબંધો મૂકી રહ્યાં છીએ. બીજી તરફ અમેરિકાની આ તૈયારીની અસર અમેરિકી બજારમાં હમણાથી જ દેખાવા લાગી છે. મળતી માહિતી અનુસાર અમેરિકામાં એક ગેલન પેટ્રોલની સરેરાશ કિંમત ૪.૧૭ ડોલરની રેકોર્ડ ઊંચાઇએ પહોંચી ગઇ છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઈડેન યુકેન વિરૂદ્ધ ઉશ્કેરણી વિના અને કારણ વિના યુદ્ધ છેડવા માટે રશઇયા વિરૂદ્ધ કાર્યવાહીની જાહેરાત કરતાં રહેશે. બાઇડન બે સપ્તાહ પહેલા યુદ્ધના પ્રારંભિક તબક્કામાં ઊર્જા પ્રતિબંધોને લઈને અનિચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ગેસ પંપો પર લોકોને હેરાન થતાં જોવા નથી માગતા. યુદ્ધ અને રશિયા ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધની આશંકાને કારણે છેલ્લા બે સપ્તાહમાં ગેસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. અમેરિકા સામાન્ય રીતે રશિયા પાસેથી રોજના ૧ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. બાઇડનના આ નિર્ણયથી અમેરિકામાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.