રશિયા પર પ્રતિબંધ લગાવનારા અમેરિકી ડેપ્યુટી NSA દલીપ સિંહ ભારત આવશે

 

વોંશિગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમના ટોચના સલાહકારને ભારત મોકલી રહ્યા છે જેમણે રશિયા વિરૂદ્ધ પ્રતિબંધો લાદ્યા હતા. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આતંરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના ઉપ રાષ્ટ્રીય સલાહકાર દલીપ સિંહ ૩૦ અને ૩૧ માર્ચે નવી દિલ્હીમાં હશે. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એમિલી હોર્ને જણાવ્યું કે, સિંહ યુક્રેનની સામે રશિયાના યુદ્ધના પરિણામો અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની અસરને ઘટાડવા માટે પોતાના સમકક્ષો સાથે વાતચીત કરશે. હોર્ને કહ્યું કે, દલીપ સિંહ બિલ્ડ બૈક બેટર વર્લ્ડ ના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તા વાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા અને એક હોર્નએ જણાવ્યું હતું કે દલીપ સિંહ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કની પ્રગતિ પર ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન દલીપ સિંહ ભારત સાથે અમેરિકી તંત્રના ચાલી રહેલા પરામર્શને ચાલું રાખશે. અને અમેરિકા-ભારત આર્થિક સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઘણા મુદ્દાઓને આગળ વધારશે. હોર્નએ જણાવ્યું હતું કે, તેઓ સમાવેશી આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ અને સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંતને પ્રોત્સાહન આપવા માટે સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારતીય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. દલીપ સિંહ ભારતીય મૂળના અમેરિકન છે. જે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેમણે મેસેચ્યુસેટ્સ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.