રશિયા દ્વારા ઝિરકોન હાઇપરસોનિક મિસાઇલનું સમુદ્રમાં કરાયેલું પરીક્ષણ

 

મોસ્કો: અવાજ કરતા 9 ગણી ઝડપે જઈ શકે તેવા હાયપરસોનિક મિસાઇલ ઁઝિરકોનનું રશિયાએ સફળ પરીક્ષણ કર્યું છે. માહિતી આપતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે 1,000 કી.મી. (9.25 માઇલ) સુધી જઈ શકે તેટલી ક્ષમતા ધરાવે છે. મિસાઇલબાર્નેટસીઉપરથી છોડવામાં આવ્યું હતું અનેવ્હાઇટ સીસ્થિત ટાર્ગેટ તોડી પાર્ડ્યું હતું. અંગે સંરક્ષણ મંત્રાલયે એક વિડિયો દર્શાવ્યો હતો જેમાં તે મિસાઇલસ્ટ્રીમ ટ્રેજેક્ટરીમાં આગળ વધી સમુદ્રમાં પડ્યું હતું. પૂર્વે પણ ગત વર્ષે રશિયાએ પ્રક્ષેપાસ્ત્રનું યુદ્ધ જહાજ ઉપરથી અને સબમરીનમાંથી પણ સફળ પરીક્ષણ કર્યું હતું. તે સર્વવિદિત છે કે ત્રણ મહિનામાં યુક્રેન યુદ્ધમાં રશિયાને માનવ બળ તથા શસ્ત્ર સરંજામમાં ઘણું મોટું નુકસાન થયું છે. આમ છતાં મિસાઇલ ટેક્નોલોજીમાં તે દુનિયાભરમાં સૌથી આગળ છે. તે દર્શાવવા રશિયાએ હાઇપર સોનિક મિસાઇલનો વધુ એક પ્રયોગ કર્યો છે. રશિયાએ ગયા મહિને ઇન્ટરકોન્ટીનેન્ટલ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. સરમન નામનું મિસાઇલ 10થી વધુ વોર હેડ્ઝ લઈ જઈ શકે તેમ છે અને પરમાણુ શસ્ત્રો ધરાવતી વોર હેડ્ઝ અમેરિકાને પણ તબાહ કરી શકે તેમ છે કારણ કે રશિયામાં મિસાઇલની પ્રહાર મર્યાદામાં અમેરિકાના ઉત્તર પૂર્વે રહેલા બોસ્ટનથી શરૂ કરી દક્ષિણે છેક મીયામી સુધીનો વિસ્તાર આવરી લઈ શકે તેમ છે.